________________
યુવાન પુરૂષની શોધ દુઃખ મનુષ્યને જોતાં નિસ્વાર્થપણે જેને દયા નથી અ વતી તે મનુષ્ય મનુષ્ય નામ ધરાવાને લાયક નથી, જ્યારે પોતે દુઃખી હોય છે ત્યારે તે દુઃખમાંથી મુકાવા માટે પિતે ઈચ્છા કરે છે, બીજા મનુષ્યની મદદ માગે છે, એવી દુઃખી અવસ્થામાં કોઈ થોડી પણ મદદ આપે તે પિતે ઘણે ખુશી થાય છે. આ પ્રમાણે જાતિ અનુભવ છતાં તે મનુષ્ય, બીજાને દુઃખી અવસ્થામાં સહાય ન આપે તે તે વિચારશૂન્ય મનુષ્ય ખરેખર નરપશુ જ સમજ. આવા કૃતન મનુષ્ય દુનિયાને ભારભૂત છે જ્યાં મારાપણાની અને સ્વાર્થ પણાની વૃત્તિઓ હોય છે, ત્યાં પરમાર્થ વૃત્તિઓ કે ધાર્મિક લાગણીઓ ટકી રહેતી નથી, મહાત્મા છે તે પિકાર કરીને કહે છે કે “ તમારે સુખી થવું હોય તે બીજાને નિઃસ્વાર્થ બુદ્ધિએ સુખી કરે.” જયાં સ્વાર્થ સિદ્ધ થવાની આશા હોય છે ત્યાં તો મદદ કરનાર અધમ પ્રાણીઓની આ દુનિયામાં કાંઈ ખોટ નથી; પણ વાર્થ સિવાય અન્યને જ્યાં ઓળખાણ પણ ન હોય તેને મદદ કરી, શાંતિ આપનાર વિરપુરુષે વિરલા જ હોય છે.
કોઈપણ વસ્તુની ઈચ્છા સિવાય, કેવળ કરુણામય દષ્ટિથી મેં તે સિદ્ધ પુરુષને એવી રીતે અષધ ઉપચારની મદદ કરી કે થોડા જ દિવસમાં શરીર તદ્દન નિરોગી થયો. - નિરોગી થયેલા તે સિદ્ધ પુરુષે મારૂં નામ, ડામ વિગેરે પૂછયું. ટૂંકમાં મારી ઉપર ગુજરેલી હકીક્ત મેં તેને જણાવી.