________________
યુદ્ધ પ્રવેશ
૩૨૫
કે
અને રસૈન્યમાં રણસંગ્રામનાં વાજી’ત્રો એટલા જોરથી વાગતાં હતાં કે જાણે બ્રહ્માંડને પશુ ફેડી નખશે, રાંગણમાં પ્રવેશ કરવા માટે સુભટો તૈયાર થઈ ગયા. ભાટ લેાકા સુભટોનાં પરાક્રમાનું વર્ણન કરવા લાગ્યા. ભયંકર સિંહનાદ ચારે માજી થવા લાગ્યા. જયશ્રીના ઈચ્છક સુભટે નૃત્ય કરવા લાગ્યા. અને શૈન્ય સન્મુખ આવી લાગ્યાં, યુદ્ધના પ્રારંભ થયા. રથવાળા રથવાળા સામે, હાથી પર ચડેલા હાથીવાળા સામે, અવાળા અશ્વવાળા સામે અને પાતિએ પદાતિ સામે ધસ્યા, રણવેષમાં વીરપુરૂષોના મસ્તકના કેશ મનની અંદર રહેલા ક્રોધનળના ધુમાડાની માફક ઉછળવા લાગ્યા. પરસ્પર છેડેલા ખાળના સમુદાયથી સૂર્ય ઢંકાવા લાગ્યો અને જાણે કાળરાત્રિની શરૂઆત થઈ હાય તેમ અ ધકાર ફેલાવવા લાગ્યો. અન્યઅન્યના શસ્રાના સઘષ ણુથી ઉત્પન્ન થતા અગ્નિ વચમાં વીજળીની માફક પ્રકાશના ઝબકારા આપતા હતા. પ્રસરતાં બાણુના સૂત્કાર, ભયંકર ભાલાઓના રણકાર, ઘૂયમાન થતા શિલાના સમુદાય, ખડગના ખાટકાર, ધુરીના છણુત્કાર અને દંડના ભાત્કારથી સંગ્રામભૂમિ ભય કર દેખાવા લાગી.
શરીર પર ધારણ કરેલ ખખ્ખરાના ત્રુટન્ નુત્ શબ્દો થવા લાગ્યા. કાયર પુરષા કંપવા લાગ્યા અને શૂરવીરાનાં રામાંચા વિકસિત થવા લાગ્યાં. મકાખડકી, 'ડાદ ડી, શરાશર, કતાકુંતિ, ગઢાગર્દિ, 'તાદ'તિ,