________________
३२४
મલયસુંદરી થયાત્ર નિવેદીત કર્યા. અનાયસે પિતાશ્રી તથા સસરાને અહીં આવેલા સાંભળી મલયસુંદરીના આનંદનો પાર ન રહ્યો.
મહાબળ–કાંતા ! સંગ્રામ કર્યા સિવાય એકદમ પિતાજી તથા સસરાને જઈ મળવું તે મને ઉચિત લાગતું નથી. યાપિ પિતાજી તથા સસરાજી સન્મુખ યુદ્ધ કરવું તે અનુચિત છે, છતાં સંગ્રામાર્થે આવેલા હોવાથી તેમ કર્યા સિવાય “હું તારો જમાઈ છું” કે “આપને પુત્ર છું” એમ કહી દીનતાથી મળવું એ ક્ષત્રિયને મેટું અપમાન કરનાર છે કે માનભંગ કરનાર છે. તે એકવાર થે પણ સંગ્રામ કરી મારા હાથ દેખાડી પછી હું તેમને ભેટી પડીશ માટે તું અહીં રહેજે આ મહેલના ઝરૂખામાં બેસી દૂરથી થતા સંગ્રામને જોયા કરજે. આ પ્રમાણે મલયસુંદરીને જણાવી મહાબળ ત્યાંથી બહાર નીકળે.
પ્રકર૭ ૪૯ સું
યુવક પ્રવેશ
રણશીંગાં કુંકાવા લાગ્યાં. ચતુરંગ સૌન્ય આવી મળ્યું, રણરંગ હસ્તીપર બેસી મેટા ઉત્સાહથી સિદ્ધરાજ શહેર બહાર આવે.