________________
૩૨૫
નલયસુંદરી ચરિત્ર લાતાલાતિ, મુષ્ટામુષ્ટિ અને મગરા મદુગરિ પ્રમાણે ભયંકર યુદ્ધ આપસમાં થયું. ક્ષયકાળને સૂચવનારા આ યુદ્ધના પ્રસંગમાં થોડા જ વખતમાં સિદ્ધરાજનું સૈન્ય ભાંગ્યું, કેમ કે તે ઘણું જ થતું હતું તેમજ તેને અચાનક તૈયાર થવું પડયું હતું. યુદ્ધમાંથી પાછું ફરી રૌન્ય શહેર તરફ વળવા લાગ્યું.
પિતાના રીન્યને પાછું ફરતું દેખી રણરંગ હાથી પર બેસી સિદ્ધરાજ પિતાના સૈનિકોને સ્થિર કરે, સિંહનાદથી સામા પક્ષના રીન્યને ત્રાસ આપતે રણસંગ્રામના મેખરા પર આવી યુદ્ધ કરવા લાગે.
સિદ્ધરાજને સન્મુખ આવેલે દેખી વિવલંકાર હાથી ઉપર બેસી સુરપાળ રાજા અને સંગ્રામતિલક હાથી ઉપર બેસી વિરધવળ રાજા તેની સન્મુખ યુદ્ધ કરવા આવીએ. પિતાને સર્વ બળને વાપરતા તે સર્વે રાજાએ જીવ પર આવીને લડવા લાગ્યા.
પિતાના બાહુબળથી સામે પક્ષ આજેય જણાતાં સિદ્ધરાજે વ્યંતર દેવનું સ્મરણ કર્યું. મરણ કરતાં જ તે વ્યતરદેવ હાજર થયો, “આવી પહોંચ્યો છું.” એમ જણાવી તે દેવ સિદ્ધરાજને મદદ કરવા લાગે. તે સામા પક્ષથી આવતાં બાણને અર્ધ માર્ગમાંથી પકડી લઈ સિદ્ધરાજને આપવા લાગે સિદ્ધરાજના રિન્યનાં બાણ સામા પક્ષને વાગવા લાગ્યાં અને તે તરફનાં બાણ વચમાં જ દેવ ઉપાડ લેવા લાગ્યો આ કારણથી મેઘ