________________
બળસાર્થવાહ કારીપમાં ટકી શકવાના નથી તને યાદ હશે કે ઘુવડને આશ્રય આપનાર રાત્રિના અંધકારની સૂર્ય આગળ કેવી સ્થિતિ થઈ પડે છે તેવી સ્થિતિ અન્યાયીને આશ્રય આપનારી થશે.
સિંહ જ્યારે પિતે ચઢાઈ કરે ત્યારે હરિણનાં બાળકને તેનું શરણ ? વિદ્યુતત્પાતની આગળ વૃક્ષ કે ઘર, શું મનુષ્યનું રક્ષણ કરી શકે છે ? નહિ જ.
રાજા છે કે રંક હે, અપરાધીને તે શિક્ષા આપવી જ જે તેમ કરવામાં ન આવે તે અમારે રાજય ધર્મ કયાં રહે ? અન્યાયી સાર્થવાહને પક્ષ કરનારા તારા સ્વામીને રણસંગ્રામમાં મારા ખડગ અને ખાણની સાક્ષીએ હું પ્રાયશ્ચિત આપીશ. માટે દૂત ! જા જલદી. તારા સ્વામીને ચેતાવ. સંગ્રામને માટે તૈયાર થાય. હું પણ તારી પાછળ જ યુદ્ધ અર્થે બહાર આવું છું. આ પ્રમાણે બોલતાં સિંહાસન પરથી સિદ્ધરાજ બેઠી થયે અને રણસંગ્રામના પ્રયાણ સૂચક રણશીંગુ (ભેરી વગાડયું.
સિદ્ધરાજની વાકચાતુરી અને ઉત્સાહ દેખી દૂત તો સ્તબ્ધ જ થઈ ગયા. તરત જ ત્યાંથી રવાના થઈ રાજા સુરપાળ તથા વીરવળને આવી મળે અને સિદ્ધ રાજે જણાવેલા વાકથી યુદ્ધ માટે સજજ થવા જણાવ્યું.
મહાબળ સભા બરખાસ્ત કરી, પિતાના મહેલમાં મલયસુંદરીને આવીને મજે અને બાળસારને છેડાવવા માટે આવેલા પિતાશ્રી તથા સસરાને શુભ સમાચાર