________________
પાપીને ક્ષય અગ્નિ પ્રવેશ—-રજયપ્રાપ્તિ ૩૧૩ ઈત્યાદિ બલવા પૂર્વક સિદ્ધની માયા જાળમાં ભરાયેલા રાજા અને પ્રધાને ઈચ્છિત સુખ મેળવવાના સંક૯પ કરવા પૂર્વક અગ્નિમાં પ્રવેશ કર્યો. રાજાનાના જેવી પ્રબળ ઇચ્છાવાળા અનેક રાજપુરૂષે રાજાની પાછળ અગ્નિમાં પ્રવેશ કરવા લાગ્યા. પણ દયાળુ દિલના રાજકુમારે તે સર્વને મના કરી કે હે લોકે ! ઉતાવળ નહિ કરે રાજા તથા પ્રધાનને બહાર આવવા દ્યો પછી. તમે પ્રવેશ કરજે. 1 :
મહાબળનું કથન સર્વ લેકેએ માન્ય કર્યું. કેમકે અત્યારે તેના ઉપર સર્વ પ્રજાને પૂર્ણ પ્રેમ હતો. રાજા તથા પ્રધાને અગ્નિમાં પ્રવેશ કર્યો, ઘણે વખત થયે છતાં બન્નેમાંથી એક પણ બહાર ન આવ્યો ત્યારે પ્રજાલક સિદ્ધને પ્રશ્ન કરવા લાગ્યા કે આટલે બધા વખત થયે છતાં હજી રાજા તથા પ્રધાન બહાર કેમ ન આવ્યા ? તમે તે થોડા જ વખતમાં. બહાર આવ્યા હતા.
મહાબળ—પ્રજા ગણ ! તમે વિચાર કરે કે અગ્નિમાં પ્રવેશ કરેલ કોઈ માણસ કઈ વખત પણ બહાર આવ્યો છે ? હું અગ્નિનમાંથી બહાર આવ્યો તેનું કારણ મને વ્યંતર દેવની મદદ છે. તેણે મને ઘણે ઠેકાણે મદદ કરી છે.
પ્રજાગનહા! હા ! અમને ખબર પડી, તમે, રાજા ઉપરનું તમારું વેર વાળ્યું છે, ખરેખર રાજા તથા પુત્ર સહિતના પ્રધાનને તેને અન્યાલવૃક્ષ ફળીભૂત થયેલ