________________
નિકના શિખર પર
૨૯૭ આ છંદગીમાં ન્યાયપૂર્વક મેં કાંઈ પણ શુભકર્મ ઉપાર્જન કર્યું હોય તે તેના પ્રભાવથી આ મારું સાહસ સફળ થ” આ પ્રમાણે બોલતા રાજકુમારે તે આમ્રવૃક્ષને લક્ષમાં રાખી લેકોના હાહાર વચ્ચે વીજળીની માફક પર્વતના પછાડીના ભાગ તરફ ઝુંપાપાત કર્યો.
પહાડના શિખર પરથી વેગમાં પડતાં જ મહાબળ તેનું અહિત ચિંતવનારાના પુણ્યરાશીની માફક અદશ્ય થઈ ગયે. ' અરે ! આ અન્યાય ! આવું રાજાનું ઘોર પાપ આવું પર સ્ત્રી લંપટપણું ! નિર્દોષ મનુષ્યને આવા ઘાતકી મારથી મારવામાં આવે છે ? તે બિચારા સિદ્ધના હાડકાનાં પૃથક પૃથક ચૂરેચૂરા થઈ ગયા હશે ! હવે આ રાજાનું અને રાજ્યનું આવી બન્યું “વિનાશકાળે વિપરિત બુદ્ધિ ભાઈ ! આપણે પણ કદાચ આ પાપી રાજાના પાપની આફતમાં આવી પડીશું વિગેરે અમંગળિક ચિંતવતા અને રાજાની નિ દા કરતાં લોકો પોતપોતાને ઘેર આવ્યા.
રાજપુરૂષોએ બનેલી હકીકત જાને જણાવી. તે સાંભળી રાજા તથા પ્રધાન ઘણુ ખુશી થયા અને અનેક મારો કરતાં રાત્રિ પૂર્ણ કરી.
પ્રાતઃકાળ થતાં જ તે સિદ્ધ પુરુષ માથે આંબાને ભરેલે કરંડીઓ લઈ પાછા શહેરમાં આવ્યું.
સિદ્ધપુરુષને જોતાંજ, આ મહાત્મા કોઈ દેવના પ્રભાવથી જ જીવતે રહે છે. તેમજ રાજાનું કાર્ય કરી