________________
મલયસુંદરી ચરિત્ર
પ્રકરણ ૪૪ મું. છિનટેકના શિખર પર
સાહસથી ગમે તેવાં કાર્યો સિદ્ધ થાય છે. સાહસમાં પ્રબળ પ્રયત્ન છે. સાહસમાં ઉત્સાહ છે. સાહસમાં વીર્ય છે. સાહસિકોને અનેક મનુષ્ય આશ્રય કરે છે. ટૂંકમાં કહીએ તે સાહસમાં સર્વ સિદ્ધિ છે.
દુખના પુરથી દતિયાના નેત્રમાંથી અશ્રુધારા પડવા છતાં મહાબળ છિન્નતંક નામના પહાડ સન્મુખ ચાલવા લાગે. સાહસિકે સ્વાર્થ સાધવામાં વિલંબ કરતા નથી. આ વેળાએ પણ બહાબળની પછાડી સંખ્યાબંધ મનુષ્ય પહાડ તરફ જતાં જણાતાં હતાં. ખરેખર “સ્વામીના પ્રેમ કરતાં પણ ગુણાનુરાગને પ્રેમ મનુષ્યોમાં અધિક હોય છે.' હજારે લેકના આશ્ચર્ય અને ખેદ વચ્ચે મહાબળે પહાડ પર ચડવું શરૂ કર્યું. જેમ જેમ મહાબળ પહાડ પર ચડતો ગયો તેમ તેમ તેના હૃદયમાં શોક પ્રગટ થયો, પણ રાજા પ્રધાનના હૃદયમાં આનંદની ઉમિઓ ઉછળતી હતી.
ઉદયાચળ પર સુર્ય જેમ આરૂઢ થાય છે, તેમ પહાડના શિખર પર મહાબળ આરૂઢ થશે. રાજાના સેવકે પણ તેની પાછળ ચડ્યા. શિખરની ટોચ પર કુમાર ચઢી રહ્યો, એક રાજપુરૂષે મહાબળની નજીક જઈ નીચે દૂર દેખાવ આમ્રવૃક્ષ તને બતાવ્યો.