________________
બળતી ચિતામાં મહા ૧ળ
૨૯૫
જમીન ઉપર પાછું પડતું મૂકવું અને તે ફળો રાજાને લાવી આપવાં. સિદ્ધ ! આ કામ ઘણું વિષમ છે, છતાં તમારા જેવા સાહસિક પુરૂષથી તે બનવા એગ્ય છે. અમારા મહારાજાને નિરંતર પિત્તની પીડા સ્થા કરે છે અને આમ્રફળ ખાવાથી તે પિત્તની પીડા શાંત થશે એમ વૈદ્યોનું કહેવું છે.
પ્રધાને આ શબ્દ સાંભળી કુમાર વિચારમાં પડયો કે આદેશ અતિ દુષ્કર અને શુદ્ર છે. આ ઠેકાણે મારી કાંઈ પણ મતિ પહેાંચતી નથી. આ કાર્યમાં મારૂં મરણ થવાનો સંભવ છે, તથાપિ કોઈ વિધિના યોગથી શુદ્ધ આદેશ મારાથી બની આવે તે જીવિતવ્ય અને સ્ત્રી બન્નેની પ્રાપ્તિ થશે, માટે આ કાર્ય પણ કરી આપવું.
અહીંની પ્રજાને ચાહ પ્રેમ મારા તરફ વિશેષ છે. રાજાની 'નિચ વૃત્તિથી તેના તરફની પ્રજાની પ્રીતિ ઉઠતી જાય છે અને મારા સાહસથી તે પ્રી તિ મારા તરફ ઢળતી આવે છે. આ પણ એક મારા વિજયની નિશાની છે. ઇત્યાદિ વિચાર કરી સાહસ ધરી મહાબળે જણાવ્યું મંત્રી ! રાજાનું કાર્ય હું કરી આપીશ; પણ વારંવાર તમારા વચનને ફેરવતાં હવેથી તમે અવશ્ય વિચાર કરજો. નહિતર આનું પરિણામ વિચારવા જેવું જ આવશે. આ પ્રમાણે પ્રધાનને તથા રાજાને જણાવી મહાબળ તરત જ આસનથી ઊર્ભો થયો.
*
*