________________
૨૮૩
કારાહમાં સપડંશ એટલે તે પથ્થર ઉપર જોરથી પાટુનો પ્રહાર કર્યો. તેથી તે સુરંગનું દ્વાર ખુલી ગયુ દ્વાર ખુલતાં જેમ ગર્ભાશય માંથી જીવ બહાર આવ્યું અને પુનર્જન્મ થયે હેય તેમ હું પિતાને માનવા લાગ્યો. ફરી જીવનને મને વિશ્વાસ આવ્યો. સપના લીસોટાને જેતે હું સાવધાનપણે
ત્યાંથી આગળ ચાલ્યો. થે ડેક દૂર જતાં એક શિલા ઉપર કુંડાળું કરી બેઠેલા તે સપને મેં દીઠ. નાગદમની વિધા વડે તે સપને વશ કર્યો અને તેના મસ્તક પરની મણિ ઉપયોગી જાણું લઈ લીધી.
પહાડથી ઉતરતી નદીના નજીકમાં રહેલા ઉમાશાનમાં આ ગુફા હોવાથી મને ખાત્રી થાય છે કે તે ચોરની ગુફા હેવી જોઈએ; પણ તે બંધ અને અવાવરૂ હેવાથી ચેર મરણ પામ્યો હશે. એમ ધારી તેજ શિલાવડે તે ગુફાનું દ્વાર પાછું મેં બંધ કર્યું.
આ રાજા તરફથી મને અન્યાય અને અનર્થ થશે એમ જાણવા છતાં પણ તારા વિરહને નહિ સહન કરી શકવાથી હું ત્યાંથી સિદ્ધ શહેર તરફ વળે શહેરમાં આવતાં જ જાણે તને સજીવન કરવાનું મને નિયંત્રણ થતું હોય તેમ પડહ વાજ સંભળાયો. લોકોને મેં પડહ વજાવવાનું કારણ પૂછ્યું. તેઓએ તારે સર્પદંશ થયાને વૃત્તાંત મને જણવ્યો એટલે મેં તરત જ તે પડતને સ્વીકાર કર્યો અને સર્પ પાસેથી લીધેલા મણિવડે મેં તને સજીવન કરી.