SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ લયસુંદરી ચરિત્ર પ્રિયા ! આ રાજ પાસેથી મેં વચન લીધું છે કે મલયસુંદરી મને આપવી. માટે હવે તારે જરા પણ અઘતિ ન કરવી. મને નિશ્ચય ખાત્રી છે કે તેને રાજા મારે સ્વાધિન કરશે. આ સમાચાથી અમૃતથી સીંચાયેલી હોય તેમ મલયસુંદરી અત્યંત શાંતિ પામી. મહાબળે રાજાને અંદર બેલાવી કહ્યું, કે મેં આ સ્ત્રીને સજીવન કરી છે, તમે આવીને જુઓ. રાજા અંદર આવ્યો તે સ્વસ્થપણે બેઠેલી અને મહાબળ સાથે વાતચીત કરતી મલયસુંદરીને દીઠી. મલયસુંદરીને જોતાં જ રાજા પ્રેમવશથી પરાધીન થયો અને મસ્તક ધુણાવી બાલવા લાગ્યો. અહા ! શું આ પુરૂષનું સામર્થ્ય ! જેનાં જીવિતની બીલકુલ આશા ન હતી, તેને અમારા સુખની સાથે આણે જીવિતદાન આપ્યું. રાજા–હે સપુરૂષ ! તમારું નામ શું છે ? મહાબળ–સિદ્ધપુરૂષ ! આ સ્ત્રીએ કાલે બીલકુલ ભેજન કર્યું નથી, તે તેને જે યોગ્ય હોય તે તમે ભેજન કરાવે. સિદ્ધપુરૂષ-શર્કરામિશ્રિત ઉકળેલું દૂધ લાવે રાજાને હુકમ થતાં સેવકે સર્વ સામગ્રી તૈયાર કરી લાવ્યા. મહાબળે પિતાને હાથે મલયસુંદરીને ભેજન કાશે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy