________________
૨૮૨
મલયસુંદરી ચરિત્ર પિતાની પાસે મહાબળને બેઠેલે ઈ મલયસુંદરીના આનંદનો પાર ન રહ્યો તે કુમારની કોટે વળગી પડી અને હર્ષને આંસુ વરસાવતી બોલવા લાગી. પ્રિયતમ! તે અંધકુપમાંથી તમે કેવી રીતે નીકળ્યા ? અને મને કેવી રીતે સજીવન કરી?
મહાબળ–પ્રિયા ! રાજાએ માંચીની રજજુ છેદી, નાખવાથી હું માંચી સહિત કુવામાં પડયો. માંચી સાથે હેવાથી મને વિશેષ પીડા ન થઈ. હું જયારે કુવામાં પડ્યો. ત્યારે પિલે સર્પ પણ ત્યાંજ હતે. મણિના પ્રકાશથી કુવાની ભી તે મેં તપાસી લીધી. તે જે ઠેકાણે સર્પ બેઠો હતો. તે જ ઠેકાણે એક કાર મારા જેવામાં આવ્યું. ત્યાં આડી શીલા લગાવેલી હતી. ત્યાં ગુપ્ત દ્વાર હોવાની શંકાથી મુષ્ટિના પ્રહારથી તે શિલા નીચી પડી એટલે સર્પ અવળું મુખ કરીતે સુરંગમાં ભાગળ ચાલવા લાગે મેં પણ સાહસ કરી તે દ્વારમાં પ્રવેશ કર્યો. કે સર્પ પણ મસાલ પકડનારની માફક આગળ વધ્યા. મેં નિર્ણય કર્યો કે આ સુરંગ કોઈ પણ ચેરના ગુપ્ત સ્થાન તરીકે છે. તે આનું મુખ્ય દ્વાર પણ આગળ અવશ્ય લેવું જોઈએ. વળી આ સર્પ મસાલ પકડનાર સેવકની માફક આગળ ચાલે છે, તે અવશ્ય મારાં પુય હજી જાગૃત છે. આ પ્રમાણે વિચાર કરતો હું આગળ કેટલીક ભૂમિ ગયો, તેટલામાં સર્પ અકસમાત કેઈ સ્થળે નાશી ગયો. તેથી ગુફામાં અંધકાર વ્યાપી રહ્યો અંધકારમાં પણ આગળ ચાલતાં સામે એક પથ્થર સાથે હું અથડાયો-ભટકાયો