________________
૧૨
મલયસુંદરી ચરિત્ર
પ્રિયાના અત્યાગ્રહ જોઈ મહારાજા વીરધવળે પેાતાની ઉદાસીનતાના કારણરૂપ ગુણવર્માએ કહેલા વૃત્તાંત જણાવવા શરૂ કર્યાં.
પ્રકરણ ૩ જી
વીરધવળની ઉદાસીનતાનુ કારણ
૮ વલ્લભાએ ! આપણી આ ચંદ્રાવતીમાં લેાભની અને લેાભાકાર નામના એ વણીકા રહે છે, ચચા નામ તથા શુળા: આ ન્યાયને અનુસરીને નામ પ્રમાણે તેમનામાં ગુણા છે, તે છતાં સહેાદર હોવાથી આપસમાં પ્રીતિવાળા છે લાહ વિગેરે વ્યાપારના વ્યવસાયથી ધન ઉપાર્જન કરતાં સુખમાં દિવસે પસાર કરે છે, કાલક્રમે લેાભાકરને ગુણુવર્મા નામના પુત્ર થયેા; પણ અનેક સ્ત્રીઓનું પાણિ · ગ્રહણ કરવા છતાં લાભનંદીને કાંઈ પણ સંતતિ થઈ નહિ ખરેખર! પુત્ર પુત્રી આદિ સંતતિરૂપ ફળે। પણ પૂર્વાપાજિત શુભાશુભ ક ખોજના અનુસારે જ મળી શકે છે.
એક દિવસ બન્ને ભાઈ દુકાન ઉપર બેઠા હતા, તે ઃ અરસામાં કોઈ દિવસ નહિ દેખાયેલા, સુંદર આકૃતિવાળો એક યુવાન ફરતા ફરતા ત્યાં આા, સંસાર વ્યવઙારમાં તેમજ વિશેષ વણિક કળામાં પ્રવીણ આ વાણિકે એ આકૃતિ ઉપરથી તેને શ્રીમંત જાણીને આસનાદિ પ્રદાન વડે તેની સારી ભક્તિ કરી. ખરી વાત છે, કે નિઃસ્વાર્થ પ્રોતિ કે ભક્તિ કરનાર વીર પુરૂષા આ પૃથ્વી ઉપર વીરલા જ હાય છે.
?