________________
ચંદ્રાવતી મહારાજા વિરધવળ
સ્વામીનાથ! શું આજે અમે કાંઈ આપના અપરાધમાં આવેલ છીએ? આપ આટલા બધા ઉદાસ શા . માટે ? થોડા વખત ઉપર આપ આ મહેલના ઝરૂખામાં આનંદમાં ફરતા હતા અને ચંદ્રાવતીની શોભા અવલોકતા હતા. આટલા ટુંકા વખતમાં આપ આમ ઉદાસ શા માટે જે તે વાત આ સહચારિણીઓને જણાવવા લાયક હેય. તો કૃપા કરી જણાવશો. ”
પિતાની પ્રિય વલલભાઓને અવાજ કાને પડતાં જ તે જાગૃત થયે, અને પ્રેમનાં વચનોથી બેલવા લાગે કે, “ પ્રિય વલભાઓ ! આજે હું એક મોટી ચિંતામાં નિમગ્ન થ છું અને તેથી જ તમારા આગમનને હું જાણી શકયો નથી પણ મને આજે જે ચિંતા થઈ છે; તેનું કારણ જુદું જ છે અને તે ચિંતામાં તમારે પણ ભાગ લેવાના છે.
આપણા આ શહેરના નિવાસી વણિકપુત્ર ગુણવમાં એ હમણાં મારી પાસે આવી પિતાનો ઇતિહાસ સંભળાવ્યા છે અને તે જ ચિંતાનું કારણ છે.” આ પ્રમાણે જણાવી મહારાજા વિરધવળ પાછો શાંત થઈ ગયે.
મહારાણી ચંપકમાળા હાથ જોડી નમ્રતાથી રાજાને વિનંતિ કરવા લાગી. “મહારાજ ! આપની ચિંતાનું કારણ આ સહચારિણીઓને અવશ્ય જણાવવું જ જોઈએ. આપના કહેવા મુજબ આ ચિંતામાં અમે ઘણી ખુશી. થઈને ભાગ લઈશું અને અમારાથી બનતું કરીશું.”