________________
કામી કંદપના હાથમાં મલયસુંદરી થયો ન હતો. છેવટે દુધવને એળે જો આપતાં તેણે જણાવ્યું કે
એ વેરી દવ! મારા સ્નેહી બંધુવર્ગ તરફથી વિગણ બનાવી તેજ મને દુઃખના ભજનરૂપ કરી છે. નિસીમ ખેડવાળા પ્રિયતમ મહાબળની સાથે પણ તે જ વિગણ કરી છે. આ દુદેવ! તારામાં જ સુખદુ:ખ આપવાની કોઈ અપૂર્વ ગુપ્ત શક્તિ રહેલી છે. તે તું જ મારા પર પ્રસન્ન થઈને અન્ય જન્મને વિષે પણું મને " મારા પ્રિયતમને મેળાપ કરાવી આપજે." -
હે વનદેવીએ ! અને વનવાસી પશુ, પંખીઓ! મારા સ્વામી મહાબળ કઈ પણ સ્થળે તમારા જેવામાં , આવે તે તેને મારા છેવટના નમસ્કાર પૂર્વક જણાવશે કે વિગણ અને દુખ સહન કરવાને અસમર્થ કાયર, મલયસુંદરીએ આ કુવામાં ઝુંપાપાત કરીને પોતાના પ્રાણને ત્યાગ કર્યો છે અને અન્ય જન્મમાં પણ તમને મળવાની રાહ જોતી રહી છે. - આ પ્રમાણે દેવને એલભ અને વનદેવી આદિને ભલામણ કરી તે અંધકુવામાં ઝુંપાપાત કરવાને મલયસુંદરી તૈયાર થઈ રહી છે અને છેવટનું પંચપરમેષ્ટિ મંત્રનું. મરણ કરે છે.