________________
૨૮
મલયસુંદરી ચરિત્ર પ્રકરણ ૪૧ મું,
અંધકવામાં વિયાગીને મેળાપ
અકૃત્રિમ પ્રેમને તંતુ, વિચગીની શોધમાં છેવટે મરણ પર્યત લંબાય છે. ખરા પ્રેમીએ પિતાના પ્રેમપાત્રની પાછળ પ્રાણાર્પણ કરે છે. સુખે સુખી અને દુખે દુખી સુખમાં આગળ અને દુઃખમાં પાછળ ચાલનાર ખરા પ્રેમીઓ છે. આફત, વિપત્તિ વિયેગ કે દુઃખના અવસરે જ પ્રેમીઓના પ્રેમની, સ્નેહીઓના સ્નેહની અને , રાગીઓના રાગની ખબર પડે છે. સંકટ આવે દગો દેનારાએ પ્રેમી નથી, સ્નેહી નથી. પ્રેમ, સનેહ, કે રાગને બાને પડદા પાછળ રહી ફેલી ખાનારાં, ગીધડાં, શ્વાન કે શીયાળી આ છે. "
* મહાબળને પ્રેમ અકૃત્રિમ હતો. મલયસુંદરીની આફત દૂર કરવા, તેની શોધ માટે રાજભવને ત્યાગ કરી એકલો નીકળી પડે હતા તે ધારત તો બીજી અનેક રાજકુમારીનું પાણિગ્રહણ કરી શકત તેને પ્રમ અત્યારના પામર જીના જે નહોતું કે એક હયાત સ્ત્રીને વળાવીને બીજી સ્ત્રી કરી બેસે. રત્રીનું મડદું હજી મશાને પણ પહોંચ્યું ન હોય તે પહેલાં તે રાતી પાઘડી બાંધી બીજી સ્ત્રીની સાથે સંબંધ નિર્ણય કરી બેસે. ખરેખર આવા વિષયાંધ અને સ્વાર્થ સાધક સાધુઓના કરતાં સ્ત્રીઓને તેમના પ્રેમ માટે હજાર ધન્યવાદ