________________
૧૦
મલયસુંદરી ચરિત્ર
નિર્વશ કરી નરકની અસહ્મ યાતનામાં નાખે છે. ” ઈત્યાદિ. વિચાર કરી રજાએ તત્કાળ તે માણસને પિતાની પાસે . આવવા દેવા દ્વારપાળને આજ્ઞા કરી દ્વારપાળ તેને અંદર તેડી લાવ્યા. તે યુવાન પુરૂષે અંદર આવી, રાજાને નમસ્કાર કરી, ચરણ આગળ ભટણું મુક્યું. કેટલીકવાર એકાંતમાં વાતચીત કરી શાંત ચિત્તે તે પાછો ફર્યો.
તે યુવાન પુરૂષના ગયા પછી મહારાજા વિરધવળના મુખ ઉપર અકસ્માત ગ્લાનિ આવી ગઈ. હસતું વદન શેકમાં ડુબી ગયું. મુખપર ચળકતું રાજતેજ નિસ્તેજ થઈ ગયું તેના દરેક રોમમાં ચિંતા વ્યાપી ગઈ ઉંડા અને ઉષ્ણ વિશ્વાસ મુખમાંથી નીકળવા લાગ્યા. ટૂંકાણમાં કહીએ તો રાજા નિચેષ્ટની માફક સ્તબ્ધ થઈ ગયે.
એ અવસરે રાણી ચંપકમાળા અને કનકવતી રાજાની પાસે આવી ઉભી, પણ ધ્યાનમગ્ન ગીની માફક ચિંતામાં એકાગ્ર થયેલ. રાજાએ તેમને બીલકુલ બોલાવી નહિ. પિતાના પ્રિય પતિ તરફથી આજે નિત્યની માફક કાંઈ પણ આદરમાન ન મળવાથી તેઓ ગભરાઈ ગઈ તેઓનું ચિત્ત વ્યગ્ર થયું. વિચારવા લાગી કે આજે સ્વામીની અમારા ઉપર આવી અકૃપા શા માટે ? અજાણતાં પણ શું અમારાથી પતિનો કાંઈ અપરાધ થયે છે? આજે નિત્યની માફક પતિ તરફથી બીલકુલ માન ન મળવાનું કારણ શું ? વિગેરે સંક૯પ-વિકફપથી ઘેરાયેલી વલ્લભાઓ. નજીક આવી અને આદ્ર હૃદયે તથા નમ્ર વચને પતિને પ્રાર્થના કરવા લાગી