SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. “યસુંદરી ચરિત્ર અને ફળના વિશેષ ભારથી તેની ચાંચમાંથી આ ફળ અહીં પડ્યું છે. આ ફળ પિતે ખાઉં કે આ નવીન આવેલી સ્ત્રીને આપું? અથવા આ અપૂર્વ કળથી તે સ્ત્રીને મારા પર અપૂર્વ પ્રીતિ જાગૃત થશે, માટે તેને જ ખાવા માટે મોકલાવું. આ પ્રમાણે વિચાર કરતા રાજાએ નજીકમાં ઉભેલા પિતાના સેવકને આદેશ આપ્યા કે અરે સેવક આ આસફળ લઈ તમે તે નવીન સ્ત્રી પાસે જાએ તેને આ ફળ આપે અને તે મુકામમાંથી તેને લઈ મારા અંતે ઉરમાં લાવી મૂકેબળાત્કારથી પણ આજે હું મારા મનોરથ પૂર્ણ કરીશ. સેવકે આમ્રફળ લઈ મલયસુંદરી પાસે આવ્યા. આ અમૃતફળ રાજાએ પોતે ન ખાતાં આપને પરમ પ્રીતિથી ભેટ મેકલાવ્યું છે.” આ પ્રમાણે કહી તે ફળ મલયસુંદરીના હાથમાં મૂક્યું. વિસ્મય પામી મલયસું દરીએ તે ફળ તકાળ ગ્રહણ કર્યું. અહા ! મારે, પુદય જાગૃત થ, અકાળે પણ આમ્રફળ મને મળ્યું. હવે સર્વ સારૂં થશે. મારા શીયળનું અવશ્ય રક્ષણ થશે. આ પ્રમાણે વિચાર કરતી મલયસુંદરીને તે સેવકએ રાજાના મુખ્ય અંતે ઉરમાં લાવી મૂકી. રાજા પાસે આ પી તે સેવકોએ તે સુંદરીને અંતે ઉરમાં લાવી મૂકયાના સમાચાર આપ્યા, રાજા પણ રાત્રિની રાહ જોતા ઘણુ કટે દિવસ પુરો કરવા લાગે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy