________________
કરી પોતાના
શુટિકા કા
છે તેમ છે
કામો કેદપના હાથમાં મલયસુંદરી ૨૧ મલયસુંદરી ચિંતવવા લાગી. આ કંદર્પ સજા વિષયાંધ થઈ મને અનેક પ્રકારે કર્થન કરશે. પિતાને દુષ્ટ અભિપ્રાય પુર્ણ કરવા માટે આજે મને અંતે ઉરમાં લાવવામાં આવી જણાય છે. શીયળ રક્ષણ માટે મારા સ્વામીએ આપેલી ટિકા મારી પાસે છે. આજપર્યંત આમ્રફળના અભાવે તેનો ઉપયોગ મારાથી બની શક્યો નથી. આજે અનાયાસે તે ફળ મળી ગયું છે માટે હમણાં જ તે પ્રયોગ અજમાવું એમ વિચાર કરી પિતાના ધમીલમાંથી–ચેલામાંથી ગુટિકા કાઢી આમ્રરસમાં ઘસી કોઈ ન જાણે તેમ પિતાના કપાળમાં તિલક કર્યું. | ગુટિકાના પ્રેગથી તે સુંદરી -કાળ દિવ્ય ૩૫ધારી પુરૂષ થઈ ગયે. પુરૂષરૂપ થવાથી તેને ઘણો આનંદ થયો નિર્ભય થઈ અંતે ઉરના મુખ્ય દ્વાર ઉપર શાંત ચિત્તે બેઠે
પિતાના મહેલમાં અતિ અદ્દભૂત રૂપવાળા પુરૂષને અકસ્માત પ્રગટ થયેલ કે આવેલું જાણી રાજાની રાણીએ ત્યાં આવી વિસ્મય પુર્વક વિકસિત નેત્રે નિહાળીને તેને જેવા લાગી અને આપસમાં બોલવા લાગી કે, અહા ! દિવ્યરૂપ અહીં કયાંથી ? શું તે પાતાળમાંથી નીકળી આવ્યું કે આકાશમાંથી ઉતરી આવ્યું ? આતે કેાઈ દેવ છે કે વિદ્યાધર છે? આ પ્રમાણે બોલતાં બોલતાં અને તે પુરુષને જોતાં જોતાં, જેમ ચંદ્રોદયથી સમુદ્રમાં પાણુ ઉછળે છે તેમ તે રાણીઓના શરીરમાં કામ ઉછળવા લાગ્યો તેઓના નેત્ર મન અને શરીર કામથી