________________
કામી કંદપના હાથમાં મલયસુંદરી ૨૫૭ જ મારે કોઈપણ ઉપાયથી પ્રાણ ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે મારા આ વિચારને અનેક મહાપુરૂષોએ સહાનુભૂતિ આપી છે. તેઓ કહે છે કે ' वर मृत्युन शीलस्य, मंगे। येनाक्षतव्रत : देवत्वं लभते याति, नरक तु क्षतव्रत : ॥१॥
મરણ પામવું તે ઉત્તમ છે. પણ શિયળનું ખંડન કરવું તે યોગ્ય નથી. પૂર્ણ વ્રતવાળાં મનુષ્ય દેવપણું પામે છે, ત્યારે ખંડિત વ્રતવાળા મનુષ્ય નરકમાં જાય છે. - આ દઢ નિશ્ચય કરી મલયસુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા ! ન્યાયનિક અને હિતસ્વી રાજાએ નિરંતર પ્રજાનું પુત્રની માફક પાલન કરે છે. તમારા જેવા ન્યાયી રાજાએ જયારે ન્યાયને ત્યાગ કરી આવા અકાર્યમાં પ્રવૃત્તિ કરશે તે આ સર્વ પ્રજાને અનાયાસે જ નાશ થયે સમજે. શું જેનું શરણ તેનાથી જ જાય? - સતીના શીયળને વિધ્વંસ કરનારા પાપી છે આ દુનિયામાં પોતાની અપકીતિ ફેલાવે છે અને પુનર્જન્મમાં નરકાદિકથી તીવ્ર યાતનાઓ ભોગવે છે. સતીના શીયળનું ખંડન કરવું એજ પ્રથમ કેસરીસિંહની કેશરા લેવાની માફક કે દષ્ટિવિષ સર્ષના મસ્તક પરથી મણિલેવાની માફક દુર્ઘટ છે, તથાપિ કોઈ પાપી જીવ તે પ્રયત્ન કરે તે સતી સ્ત્રીએ શ્રાપ આપી પોતાના શીયળના પ્રભાવથી બાળીને ભસ્મ કરી નાખે છે. માટે હે રાજન ! તારે
મ-૧૭