________________
૨૫:
મલયસુ દરી ચરિત્ર
પક્ષી પ્રેમથી સંસાર સુખરૂપ નિવડે છે; છતાં જો મારૂ વચન પ્રીતિથી માન્ય નહિ કરીશ તેા ખળાત્કારથી પણ હું તને ભેગીશ. મારું મન તારા સુંદર રૂપ ઉપર મેાહી રહ્યું છે ?
મલયસુંદરી વિચારમાં પડી. હુ પહેલેથી જ જાણતી હતી કે આ આશયથી જ તે મને અહી લાવ્યેા છે અને આજપર્યંત મારા સત્કાર પણુ આ આશયથી જ તે કરતા રહ્યો છે. આજે તે ગુપ્ત આશા તેણે મારી આગળ પ્રગટ કર્યાં છે. અરે ! આ મારા સુંદર રૂપને ધિક્કાર થા, આ મને હર ચૌવન પાતાળમાં જઈ પડો. આ રૂપ અને કૌવનથી જ હું આટલી કદના પામી છું. હું સમુદ્રમાં જ કેમ ન ડુખી ગઈ ? અથવા તે મચ્છે મને શા માટે સમુદ્રમાંથી પાર ઉતારી કે આ નરક સરખી માનસિક યાતનાપીડ માં પાછી હું આવી પડી.
ખરી વાત છે કે મિષ્ટ મનુષ્યને જ્યારે પેતાના ધમ જતા હાય અથવા જ્યાં ધર્મના નાશ થતા હાય, ત્યારે તે સ્થળે કે તે તરફનાં ગમે તેવા શારીરિક સુખ હાય, પણ તે નરક સમાન અનિષ્ટ જ લાગે છે. બાકી જેને ધની પરવા જ નથી, ભવભ્રમણથી ખિન્નતા આવી નથી, તેવા મનુષ્યેા માટે તે કાંઈ માલવાનું નથી. તેવ એને તા આવા પ્રસંગે। આનંદની લહરી સમાન થઈ પડે છે. અરે ! આ કામાંધ રાજા ખળાત્કારથી પશુ મારૂં શીયળ ખંડિત કરશે, તેા શીયળ ખંડિત થય! પહેલાં