________________
કામ કંદર્પના હાથમાં મલયસુંદરી ૨૫૩ પડી? ને આ મચ્છે તને અહીં આવી રીતે ક્યાંથી લાવી મૂકી ?
રાજાના આ શબ્દો સાંભળી મલયસુંદરીને કાંઈક આનંદ અને કાંઈક ખેદ થે. તે વિચાર કરવા લાગી કે અહા ? હજી સ્વલ્પ પણ મારા ભાગ્ય જાગૃત છે. આશાના કિરણને કાંઈક પ્રકાશ પડવા અહીં સંભવ છે. પેલા દુષ્ટ સાર્થવાહ પહેલાં મને અહીં જ પુત્ર સહિત લાવી મૂકી હતી. તેજ આ શહેર છે. મારો પુત્ર આ શહેરમાં જ છે. મારા કર્મોએ પણ મને પાછી અહીં લાવી મૂકી છે જે મારા પુત્રની અહીં કઈ પ્રકારે મને ખબર મળે તે હું તેને મળું, નથી જેઉં અને અંકમાં રાખી તેનું પાલન કરૂં.
બીજી તરફ વિચાર કરતાં અહીં મને ભયનું મેટું કારણ છે આ કંદર્પ રાજા છે. મારા પિતા તથા મારા સસરાને વેરી રાજા તેની આગળ મારે ઘણુ ગુપ્ત રહેવાનું છે મારૂં જરા પણ વૃત્તાંત તેને જણાવવું તે મારા લાભમાં મોટું નુકશાન કર્તા છે. મારા કુળ વંશાદિકની તેને ખબર પડવાથી તે મને હેરાન કરશે, બળાત્કારથી શીયળ ખંડન કરશે અને પુત્રને પણ મારી નાંખશે માટે આની આગળ મૌન રહેવું તે વધારે ઉચિત છે, ઈત્યાદિ વિચાર કરી ઉડે નિઃશ્વાસ મૂકી મલયસુંદરીએ જણાવ્યું
રાજન ! આ નિર્ભાગ્ય મનુષ્યનું વૃત્તાંત સાંભળવાની તમને કાંઈ પણ જરૂર નથી, તેમ લાભદાયક પણ નથી.