________________
ર૫ર
મલયસંદરી ચરિત્ર અશક્ત થઈ ગયું હતું. પુરું બોલવાની પણ તેનામાં શક્તિ નહોતી.
મચ્છ પાણીમાં ચાલ્યા ગયે ત્યાર પછી કંદર્પ રાજા મલયસુંદરી પાસે આવ્યું. અવું અશકત શરીર છતાં તેની લાવયતા કઈ તદ્દન નાશ પામી નહતી મલયસુ દરી સન્મુખ જોઈ રાજા પોતાના મનુષ્યોને કહેવા લાગ્યો. આ કોઈ સુંદર સ્ત્રી જણાય છે. પણ આ મચ્છને અને આને સંબંધ છે ? આવા પ્રયત્નપૂર્વક સમુદ્રમાંથી બહાર લાવી તેણે આને અહીં કેમ મૂકી ? વળી તે મચ્છ વારંવાર પાછું વાળી વાળી જોતો કેમ ચાલ્યા ગયા?
આ વાતની આપણને કાંઈ સમજ પડતી નથી. આ સ્ત્રી આપણને તે સર્વ વાત જણાવશે. આના શરીર પર નકચક્રાદિ સમુદ્ર મચ્છોના કરેલાં અનેક સ ચિન્હ જણાય છે, તેથી એમ અનુમાન થાય છે કે આ સ્ત્રી સમુદ્રમાં ઘણા વખતથી પરિભ્રમણ કરતી હશે. કોઈ વેરીએ આને સમુદ્રમાં ફેંકી દીધી હશે. ? કે વહાણ ભાગવાથી સમુદ્રમાં પડી હશે ? કે કેઈ અન્ય કારણથી આ મચ્છની પીઠ પર આવી પડી હશે? વિગેરે વાતચીત કરતા રાજાએ સર્વ વાતના ખુલાસા પૂછવાની ઈચ્છાથી મલયસુંદરીને જણાવ્યું કે
સુંદરિ! હું સાગરતિલક બંદરને કંદર્પ નામને રાજા છું તું બિલકુલ ભય ન રાખીશ. મને જવાબ આપ તું તેની પુત્રી છે ? આવા દુઃખમાં કેમ આવી