________________
૨૨૬
પલયસુંદરી ચરિત્ર
અરે ! તે મારી નિષ્કારણ વેરણ કયાં છે ? મને જલદી બતાવે. હું આ સર્વ વાતને નિર્ણય કરૂં. - કુમારનાં આવાં દુખ, શાક અને તિરસ્કાર ભરેલાં લાકથી રાજ સુરપાળનું મુખ ઝાંખું થઈ ગયું, નીચું જોઈ તેણે જવાબ આપે કે વત્સ ! અમે તેની ઘણી તપાસ કરી, પણ તે ક્યાંય જોવામાં ન આવી; કે જાણે તેજ દિવસે કોઈ સ્થળે તે નાશી ગઈ જણાય છે.
મહાબળ નિરાશ થઈ મનમાં બોલવા લાગ્યા. હા ! હા ! પ્રિયા ! તું છળ પામી, તારાપર જુડું આળ મૂકી, તે વેરિણી કયાંય પણ નાશી ગઈ.
મહાબળ–પિતાજી! પાપિણીનાં અસત્યનાં વચનો પ્રેરાઈ તમે ફગર પિતાના કુળમાં લાંછન લગાડ્યું છે. એટલું જ નહિ પણ વંશને ઉચછેદ પણ કર્યો છે, આ પ્રમાણે બેલતે પ્રિયા વિયેગથી વિધુર થયેલે રાજકુમાર ઉદાસીન ચહેરે પોતાના મહેલ તરફ ગ.
પુત્ર વત્સલ રાજા પણ કુમારની પાછળ તેજ મહેલમાં આવ્યું. અને તેના દ્વાર પર લગાવેલ શીલ તેડી કુમારને તાળ ઉઘાડી આપ્યાં.
રાજા—(એક જગ્યા તરફ દષ્ટિ કરી) મહાબળ જે આ ઠેકાણે તારી પ્રિયા મલયસુંદરી રાક્ષસીના વેષે નગ્ન થઈ નાચતી અને કુદતી, અનેક પ્રકારનાં ડુકાર અને ચાળા કરતી મેં પતે ઘણીવાર સુધી સામેના મુકામ ઉપર ઉભા ઉભા અનેક સુભટે સાથે દીઠી હતી. માટે તેને