________________
લિંપત્તિને ત્રીજો પડદો દુર્જનની દુનિતા ર૧ દયાની લાગણીથી તેના કપટને નહિ જાણનારી મલયસુંદરીએ તેવાજ વેશમાં કનકવતીને એક મંજુષામાં છુપાવી અને બહારથી તાળું વાસી દીઠું તેટલામા તે હાથમાં ખુબ લાં ખગોને ધારણ કરેલા રાજપુરૂષે ત્યાં આવી પહોચ્યા.
મલયસુંદરીનું સ્વાભાવિક રૂપ જોઈ તેઓ બેલવા લાગ્યા કે અરે ! આપણા ભયથી આણે રાક્ષસીના રૂપને ત્યાગ કરી દીધું છે. હે, પણ આપણે કયાં તેને છેડીએ તેમ છીએ, તસ્વજ આક્રોશ કરતા મલયસુંદરીને કહેવા લાગ્યા, અરે પાપિણું ! હજી સુધી તું કેટલાક મનુષ્યને સંહાર કરીશ? સુભટે! જુવે છે શું ! આને પકડીને બાંધે, આ પ્રમાણે કહેતાં જ તે રાજપુરૂષેએ મલયસુંદરીને પકડી મજબુત રીતે બાંધી લીધી અને મહેલની બહાર કાઠી રાજાએ થ મહેલ નીચે તૈયાર રખાવ્યું હતું. તેમાં મલયસુંદરીને બેસાડી ત્યાંથી તે રથ વાયુની માફક અરવી તરફ ચલા. આ અકસ્માત્ બનાવથી મલયસંતો તો સ્તબ્ધજ થઈ ગઈ કે આ શું? આ રાજપુરૂ મારો આટલે બધે તિરસ્કાર શા માટે કરે? મને તેઓ કોઈ સ્થળે મારવા કે ત્યાગ કરવા લઈ જાય છે. એમ તેમનાં કર્તા પરથી જણાય છે. અરે ! મારી સન્મુખ કોઈ નજર ન કરી શકે, તેને બદલે આવે જુલમ ! આમ કરવાનું કારણ શું હશે! મેં કાંઈ રાજાને અપરાધ કર્યો હશે? કે મારાં પુણ્ય જ પૂર્ણ થઈ ગયાં કે કોઈ પૂર્વજન્મનું અશુભ કર્મ પાછું ઉદય થઈ આવ્યું?