________________
૨૨૨
0
9
મલયસ દરી ચરિત્ર ' અરે કલિષ્ટ કર્મોદયના વિપાકોની ખબર જ પડતી નથી. હે જીવ? હદય કઠણ કરી જે દુઃખ ઉદય થઈ આવે તે ધીરજથી સહન કર. પૂર્વ કર્મવિપાકને ચિતવતી મલયસુંદરી મહાબળે આપેલ કલેકનું ચિંતવન કરવા લાગી.
રાજમહેલમાં રહેનારી જાણીને તેના અશુભ કર્મોએ ઘેડા જ વખતમાં મનુષ્યના પ્રચાર શૂન્ય, છિન્ના નામની અટવીમાં લાવી મૂકી, ખરેખર કિલષ્ટ કર્મોદયથી આ દુનિયામાં કોણ દુઃખ પામ્યું નથી ?
રથ મલયસુંદરીને લઈ સુભટ સહિત અટવીમાં આવી પહો . મનુષ્યને સંચાર ભાગ્યે જ થઈ શકે, એવી આ અટવીમાં સુભટોએ મલયસુંદરીને રથમાંથી નીચે ઉતારી.
મલયસુંદરીનું રાજતેજ, સુંદર અને કરૂણ ઉત્પન્ન થાય તેવી આકૃતિ, શાંત મુદ્રા અને અશુપાત ઈત્યાદિ દેખી સુભટનાં કઠોર હૃદયમાં પણ દયાની લાગણીથી કદી શૂન્ય બન્યું જ નથી. તેઓ અને અન્ય વિચાર કરવા લાગ્યા. ભાઈઓ ! રાજાએ ભલે આને રાક્ષસીનું રૂપક આપ્યું, પણ આ સ્ત્રીની શાંતમુદ્રા, શરીરની ચેષ્ટા અને કરૂણાજનક સ્થિતિ; તે જોતા આ તદ્દન નિર્દોષ હોય તેમ જણાય છે. આવી નિર્દોષ અબળાને મારી નાખવી, એ નિર્દયતાવાળા કર્મ ચંડાળનું કામ છે, પૂર્વજન્મના દુષ્ટ કર્મોને લઈને તે આ સેવકરૂપ અધમ અવસ્થા પામ્યા છીએ અને વળી આ ભવમાં આવે નિર્દોષ સ્ત્રીને વધ કરીને