________________
૨૨૦
મલવારી ચરિત્ર ન રાખતાં આ સર્વ મેં નજર દીઠું, મારે નિર્મળ વંશ કલંકિત થે. હવે મારે આ બાબતને જલદી ઉપાય લે એઈએ, નહિતર મારી નિંદા થશે, પ્રજાને પણ સંહાર થશે. આ રાક્ષસને નાશ કરવા માટે એક દિવસની ત્રણ રાહ જોવાની હું ધારતું નથી. હું અત્યારે સાવધાન છું. તે મને શું ઉપદ્રવ કરનાર છે? આવી નિર્જન અર્થાત્ શાંત રાત્રિમાં તેને નાશ કરતાં લેકે માં જાહેર પણ ઓછું થશે. તેથી કુળમાં કલંક પણ નહિ લાગે અને લેકેને બચાવ થશે.
આ પ્રમાણે વિચાર કરી ક્રોધથી ધમધમતા રાજાએ પોતાના વિશ્વાસુ સુભટને આદેશ કર્યો કે અરે સુભટે ! તમે અત્યારેજ જાએ, તે દુષ્ટાને જીવતીજ પકડી , સ્થમાં બેસાડી નગરની બહાર કાઢે અને રૌદ્ર અટવીમાં લઈ જઈ કઈ ન જાણે તેમ ગુપ્ત રીતે મારી નાખે.
રાજાને આદેશ થતાંજ હથીયારબ ધ સુભટે તેને પકડવાને દેડયા. તેને આવતા જોઈ તે દુષ્ટ ભયબ્રાંત થઈ મલયસુંદરીની પાસે આવી કંપતી કંપતી બે લવા લાગી. પુત્રી ! રાજાએ મેકલાવેલ હથીયારબંધ કેટલાક સુભટે મને મારવા માટે આવે છે, રાજાની આજ્ઞા સિવાય હું તારી પાસે રાત્રે રહી છું તેથી રાજા કે પાયમાન થે હોય એમ મને જણાય છે. હું ધારું છું કે રાજપુરૂષ મને અવશ્ય મારી નાખશે, માટે તું મને કઈ એવા સ્થળે છુપાવ કે તેઓ મને બીલકુલ ન ધણી શકે.