________________
વિપતિને ત્રીજો પડદો-દુર્જનની દુજનતા ૨૧૮
શુભે! આ વાત તારે કઈને કહેવી નહિ. પણ ગુપ્તજ રાખવી. નહિતર મારા કુળને મે હું કંલક લાગશે. સત્ય શું છે તે સર્વે હું નિર્ણય કરશે અને પછી જેમ ગ્ય જણાશે તેમ કરીશ.
કનકવતી–મહારાજા! હું તેવી અાત નથી. એકાંતમાં આવી આપને જણાવવાનું કારણ જ આ છે કે, કોઈપણ પ્રકારે આપના કુળને કલંક ન લાગે અને કાર્યની સિદ્ધિ થઈ આવે.
રાજાએ સત્કાર કરી તેને વિસર્જન કરી ઘેર આવી રાક્ષસીને લાયક જે જે ઉપગી વસ્તુઓ જોઈએ તે સર્વ તેણે તૈયાર કરીને તે વસ્તુ સાથે લઈ રાત્રિએ તે મલયમસુંદરીની પાસે આવી.
મલયસુંદરીને જણાવ્યું પુત્રી તારે બીલકુલ બહાર ન આવવું. નહિતર માટે અનર્થ થશે. ઈત્યાદિ શિક્ષા આપી તે બહાર આવી, નગ્ન થઈ રાક્ષસીને લાયક શરીર બનાવ્યું મુખમાં બળતું ઉંબાડું લીધું એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં છરી રાખી જે પ્રમાણે તેણે રાજાને સૂચના કરી હતી તે જ પ્રમાણે ચેષ્ટા કરવા લાગી
આ અવસરે રાજા રપાળ કેટલાક સુભટ સાથે લઈ ઘરના ઘર ઉપર ગુપ્તપણે આવી ઉભે હતો. દુર ઉભા ઉભા તેણે આ સર્વ ચેષ્ટાઓ પોતાની નજરે દીક તે જોઈ રાજા વિચાર કરવા લાગ્યા. અરે ! કનકાવતી, કહેલી સર્વ વાત સત્ય થઈ કોઈના કહેવા ઉપર બરસે.