________________
વિપત્તિનો ત્રીજો પ-જનની દુનિતા ૨૧૭ કેમકે મંત્ર-તંત્રાદિ પ્રયોગે હું ઘણું જાણું છું શક્ષસી
ને હડાવવાનાં તાંત્રિક પ્રયોગે અનેક પ્રકારના હોય છે તેની શું તને ખબર નથી ?
વિચારવાને છતાં ભાગ્યે ભુલાવેલી મલયસુંદરીએ તેમ કરવા હા કહી. આવું કાવત્રુ રચવાનું કારણ તેને એ મળ્યું હતું કે, તે દિવસોમાં શહેરમાં મરકીને રેગ પુર જેસમાં ચાલતું હતું.
મલયસુંદરીને આ પ્રમાણે સમજાવી, પિતાને મુકામે જવાનું બાનું કાઢી ત્યાંથી નીકળીને પરભારી તે રાજા સુરપાળની પાસે આવી રાજાને એકાતમાં બોલાવી તેને જણાવ્યું મહારાજા! મારા પર આપની પૂર્ણ કૃપા હેય તે જ હું આપના હિતની એક વાત આપને કહેવા ઈચ્છું છું.
રાજા–હું તને અભય વચન આપું છું ગમે તેવી ગુપ્ત વાત હોય તે પણ તું મને કરી આપ તે સંબંધમાં તને કોઈ પણ તરફથી ભય હશે તે હું તારૂ રક્ષણ કરીશ યા કરાવીશ.
કનકવતી–મહારાજા ! આપ જાણતા હશે કે આપના શહેરમાં કેટલાક દિવસથી મરકીનો રોગ ચાલી રહ્યો છે. આ ઉપદ્રવ કઈ રાક્ષસીને કરે છે સાક્ષાત રાક્ષસી ભલે અહીં નહિં આવતી હોય છતાં પણ રાક્ષસીના જેવા ટુચકા કરવાથી ચેન ચાળા આકૃતિ વિગેરે કરવાથી રોગની ઉત્પત્તિ કે વૃદ્ધિ થઈ શકે છે.