________________
૨૧૬
લયસંદરી ચરિત્ર
અશ્રુનાં બિંદુએ ટપકતાં હતાં. ડાબે હાથ લમણા પર મૂકી વિચારદશામાં ગ્રસ્ત બની હતી. ઉoણુ અને ઊંડા નિશાસા નાંખતી હતી. વખતે આશાના ઉજવળ તરથી મુખ પર શાંતિ પણ જણાતી હતી.
તકવતી નજીક આવી. મલયસુંદરીએ ઉંચે જોયું. પિતાની ઓરમાન મા હોવાથી સહેજ આદર આપે અવસર જોઈ તેની ઉદાસીનતા દુર કરવા માટે કનકવતીએ કોઈ વાર્તાને પ્રસંગ ચલાવ્યું. તે વાર્તાન પ્રસંગથી મલય સુંદરીને આખો દિવસ સુખમાં પસાર થયે
સરલ હૃદયની સુંદરીએ જણાવ્યું. અંબા ! રાત્રિએ પણ તું અહીં જ રહેજે. તેથી દિવસની માફક મારી શત્રિ પણ સુખે પસાર થાય
ભાવતું હતું અને શૈદે બતાવ્યું, તેની માફક પિતાને ફાવતું હોવાથી કનકવીએ તેમ કરવા તરત જ હા કહી. રાત્રિએ પણ કનકવતી ત્યાંજ રહી. વાર્તાલાપમાં દિવસની માફક રાત્રિ પણ પૂર્ણ થઈ. પ્રભાત થતાં જ મનમાં કાંઈક જાળ રચી મલયસુંદરીને ઘાટ ઘડવા માટે કનકવતીએ જણાવ્યું. “પુત્રી! તને ઉપદ્રવ કરવા માટે શત્રીએ અહીં રાક્ષસી ફર્યા કરે છે. આજ રાત્રિએ મેં તેને દીઠી હતી. હું જાગતી હોવાથી તેને મારી હકાવી છે, પણ જો તારી મરજી હેય તે તે રાક્ષસીની સાથે હું પણ રાક્ષસી વેશ લઈ તેને એવી રીતે શિક્ષા કર કે ફરી પાછી અહીં કોઈ પણ દિવસ ન જ આવે.