________________
વિપત્તિને ત્રીજો પદો-દુર્જનની દુર્જનતા ૨૧૫ ગયે. વારંવાર પાછું વાળીને જતો અને નેત્રથી અશ્રુ ઢાળ, કુમાર મહેલથી બહાર નીકળે. કુમારની રાહ જોઈને જે બહાર સૈન્ય એકઠું થઈ ઉભું હતું તેની સાથે મહાબળ રુચ પહેલી પતિના શાસન કરવા માટે ચાલી નીકળે.
પ્રકરણ ૩૩ મું વિપત્તિનો ત્રીજો પડદો-દુર્જનની દુર્જનતા
કનકવતી પોતાના આવાસમાં બેઠી છે. મલયસુંદરીને કેવી રીતે કણમાં પાડું ? ક્યા ઉપાયથી તે આફતમાં આવી પડે ! વિગેરે મલીન વિચારસમુદ્રમાં પડી, નાના પ્રકારના તરંગોને બાચકા ભરતી હતી, તે પ્રસંગે તેને સમાચાર મળ્યા કે મહાબળ આજે યુદ્ધના પ્રસંગે પરદેશ ગયે છે અને મલયસુંદરીને અહીં મૂકી ગયો છે. આ વર્તમાન સાંભળી તેને ઘણે હર્ષ થયા. મનમાં બબડવા લાગી, જ્યાં સુધી મહાબળ પાસે હતું ત્યાં સુધી મારે કાંઈ ઉપાય ચાલતો નહોતે. ઠીક થયું. ભાગ્યોદયથી આજે મલયસુંદરી એકલી રહી છે, હવે કાંઈ પણ ઉપાય શોધી કાઢી જે મારૂં વેર ન વાળું તે મારૂ નામ કનકવતીજ શાનું? ઈત્યાદિ બેલતી પિતાના આવાસથી નીકળી મલયસુંદરીના મહેલમાં આવી.
આ વખતે મલયસુંદરી ઉદાસીનતામાં ઘેરાયેલી હતી. કેમ કે પતિવિગ તેને અસહ્ય હતે. નેત્રમાંથી