________________
વન ન કરનારી સ્ત્રી કોણ હતી? ૧૧૩ કેટલાક સમય ગયા પછી સંસાર સુખાનુભવનાં ફળ મલયસુંદરીએ ગર્વે કર્યો, રાજકુમાર મહાબળ પણ તેના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. મલયસુંદરીનું લાવણ્ય અને શરીર પણ વૃદ્ધિ પામવા લાગ્યું અને કેમે કરી ગર્ભપ્રસૂતિને સમય પણ નજીક આવી લાગ્યું.
સુરપાળરાજા–મહાબળ! ફૂર નામને પહલીપાત આપણા દેશને ઉપદ્રવ કરે છે. કિલાનું બળ તેની પાસે વિશેષ અને મજબૂત હોવાથી અત્યારે તે સર્વથી અસાધ્ય થઈ પડે છે. આપણે સેનાપતિ બે વખત મેટું લશ્કર લઈ તેને શિક્ષા કરવા ગયે, છતાં તેને પરાભવ થઈ શક્યો નથી, પણ ઉલટું આપણને મોટું નુકસાન થયું છે. તે પહિલપતિનો વિજ્ય કરવાને તારા સિવાય બીજો કેઈ સમર્થ થાય એ બીલકુલ સંભવી શકતું નથી
મહાબળ–પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. હું હમણાં જ સૈન્યસહિત ત્યાં જાઉં છું. અને આપના પ્રસાદથી તેને આપને સેવક બનાવીને જ પાછો ફરીશ.
મહારાજા સુરપાળે કુમારને શાબાશી આપી અને મસ્તકે ચુંબન કરી યુદ્ધ માટે રજા આપી સૈન્ય તૈયાર કરાવ્યું.
પિતા પાસેથી રજા લઈ મહાબળ મલયસુંદરીના મહેલમાં આવ્યો.
મહાબળ–પ્રિયા ! આજે હું પિતાજીના આદેશથી પહલીપતિની સામે યુદ્ધ કરવા જાઉં છું.