________________
૨૧ર
મલયસુંદર ચરિ મહાબળ–પ્રિયા આ વાત તારે અને બીલકુલ જ પૂછવી આ સવ બીના હું જાણું છું અને અવસરે તને જણાવીશ હમણાં તું અંદર જા.
મહાબળ–કનતી ! આ મહેલની બહાર નજીકમાં એક ઘર છે તેમાં તમે જઈ રહે. | મુખે મીઠી, પણ ચિત્તમા દુષ્ટ તે કનકવતી કુમારે બતાવેલા આવાશમાં જઈ રહી. અને હળવે હળવે મલયસંદરી પાસે આવ જા કરવા લાવી.
જ્યાં મનુષ્યને ભવિષ્ય ભૂલાવે છે. ત્યાં તેઓની તીણ બુદ્ધિ પણ કામ આવતી નથી. અવિશ્વાસમયી રાજનીતિ શીખવા છતાં વિશ્વાસે દેરાય છે. આ કારણથી જ એક ઘેર મહાન અપકાર કરનારને પણ મહાબળે રહેવાને સ્થાન આપ્યું. તેનાં કેવાં ગંભીર વિપાકે ભોગવવાં પડશે તે આપણે આગળ જતાં જાણીશું અથવા ખરી વાત એ છે કે કર્મના તીવ્ર વિપાકે આગળ મનુષ્યનું શાણપણ શું નકામું થઈ પડે છે.
કનકવતીનું બેલવું, ચાલવું, હસવું અને વાર્તાદિલાપિ એટલાં બધાં ચિત્તાકર્ષક હતાં કે તેની પૂર્તતા સરલ હૃદયને કુમાર બીલકુલ અટકળી ન શકે. હળવે હળવે કનકવતીને પગપેસારે રાજમંદિરમાં વધતે ગયે.
નિષ્કારણ વેરીણી તે મયસુંદરીને મારવાનાં, કે તેવી જ કોઈ મહાન વિપત્તિમાં ઉતરવાના છિદ્રો નિરંતર જેવા લાગી.