________________
૧૨ મો સ્તુત કરનારી સ્ત્રી કોણ હતી? ૨૧ અને પ્રજાને બોલ વી, જેની જેની વસ્તુ ચોરાઈ હતી તેને તે વસ્તુ તેમાંથી શોધીને પાછી આપી. બાકી પણ ધણી સિવાયનું ઘણું દ્રવ્ય વધી પડવું તે સર્વ લઈ રાજા પાછો શહેરમાં આવ્યો.
તે સ્ત્રીની ઉચિતત ને લાયક તે દ્રવ્યમાથી કેટલુંક દ્રવ્ય રાજાએ તે સ્ત્રીને આપ્યું. તે લઈ કુમારની સાથે પાછી મહેલમાં આવી હૃદય પર લક્ષ્મીપુંજહારને ધાર કરતી અને આનંદ રસમાં નિમગ્ન થયેલી મલયસુંદરી અહીં તેને દેખવામાં આવી, મલયસુંદરીને જોતાં જ હૃદયમાં મોટો આઘાત થયો હોય તેમ તે સ્તબ્ધ થઈ ગઈ આશ્ચર્યમાં પડી તે વિચારવા લાગી કે અરે ! આ દુષ્ટ
કરી કેવી રીતે જીવતી રહી ? કુવામાંથી કેવી રીતે નીકળી ? અને આ કુમારની સાથે ક્યારે અને કેવી રીતે પરણી?
આ સર્વ પૂછવાની તેની તીવ્ર જીજ્ઞાસા હતી, પણ તે કાંઈ પૂછી ન શકી. તેના મનમાં એમ જ આવ્યું કે જે હું આ વાત તેને પૂછીશ તો તે મારું સર્વ ચરિત્ર અહીં પ્રગટ કરશે અને તેથી મને અહીં રહેવું મુશ્કેલ થઈ પડશે. આ લક્ષમીપુંજહાર પણ તે મારે વેરી છે, ઈત્યાદિ વિચાર કરતી કનકવતીને મલયસુંદરીએ બોલાવી.
મલયસુંદરી–અરે અંબા ! આજે અનબ્રા વૃષ્ટિ કયાંથી ? તમે એકલાં કેમ? તમારા નાકની આવી દુસ્થ અવસ્થા ક્યાં થઈ? .