________________
મલયસુંદરી ચરિત્ર તેજ આ મિશ્રતાનું કારણ છે. જડ પદાર્થો માટે ઉત્પન્ન થતા રાગદ્વેષથી કર્મનું આગમન થાય છે. આ કર્મો અનેક રૂપે વહેંચાઈ જઈ આત્માના શુદ્ધ ગુણોને આવરે-દબાવે છે. તે કર્મ આવરની મદદથી આ આત્મા ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં નાના પ્રકારની યાતનાઓ-પીડાઓ અનુભવે છે દુનિયાની અનેક પ્રકારની યાતનાઓની શાનિ નું મુખ્ય કારણ જ્ઞાન છે જ્ઞાનથી સત્યાસત્યને, હિતાહિતના સ્વરૂપનો, કે નિત્યનિત્યનો બોધ થાય છે. વસ્તુને વસ્તુરૂપે બધ થતાં, સત્ય અને હિતકારી વસ્તુ તરફ પ્રીતિ થાય. છે; તેજ સુખદાયી છે એમ શ્રદ્ધાન થાય છે. આ શ્રદ્ધાન થવા પછી તે પ્રમ ણે વર્તન કરવાની ઈચ્છા થાય છે. અને તે પ્રમાણે વર્તન કરાતાં આત્મા પિતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે. આથી એટલે ફલિતાર્થ થયો કે જ્ઞાન સત્ય વસ્તુ જણાય છે, દર્શનથી તેમાં શ્રદ્ધાન કરાય છે, અને ચારિત્રથી તે માફક વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જાણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન; અને જેવું જાણ્યું તથા સહ્યું છે તેવું જ અનુભવવું તે ચારિત્ર આ ત્રણ ધર્મ છે તેમાં જ્ઞાન મુખ્ય છે, તે સિવાયનાં પાછલાં બે અંગો હતાં નથી. વ્યવહારરૂપમાં હોય છે. તો તેથી સંસારની વૃદ્ધિ થવાનાં કારણરૂપ શુભાશુ. કર્મોની પ્રાપ્તિ થાય છે.
અષ્ટાર્થ પ્રકાશન જ્ઞાન ત્રીજું નેત્ર છે ગાઢ અજ્ઞાન અંધકારને દૂર કરનાર જ્ઞાન બીજું સૂર્યબિંબ છે. તે