________________
0
ધર્મનું મહાગ્ય તથા સ્વરૂપ સૂર્યથી પણ ચઢે છે. જ્ઞાન નિષ્કારણ બંધુ છે. જ્ઞાન સંસાર સમુદ્રમાં પ્રવહણજહાજ તુલ્ય છે. ખલના પામતા અશક્ત મનુષ્યોને પણ જ્ઞાન સહાયક યષ્ટિ-લાકડી સમાન છે. વધારે શું કહીએ ? હદય ગુફામાં પણ પ્રકાશ કરનાર જ્ઞાન નહિ બુઝાય તેવે દીપક છે.
કર્મના સિદ્ધાંતોનું જ્ઞાન બહુજ મનન કરવું જોઈએ, અને તે દરેક પ્રસંગે કિયામાં મૂકવું જોઈએ. દુઃખદાયી સંગમાં તેને મુખ્ય આગળ કરવું જોઈએ, અને હૈયતાથી તેવા પ્રસંગો ઓલંઘા જોઈ એ. એ કલેકના અર્થની વિચારણાથી મલયસુદંરી મહાન્ દુખ સમુદ્રનાં પાર પામી.
પ્રકરણ ૨ જુ
ચંદ્રાવતીના મહારાજા વિરાવળ વિશાળ ભારતભૂમિ આર્યદેશના નામથી પ્રાયઃ પ્રસિદ્ધ છે, તેના દક્ષિણ દેશમાં આવેલી ચંદ્રાવતી નગરી ભારતની શભામાં વધારો કરી રહી હતી. રાજાના મહેલ, ધનાઢયોની - હવેલીઓ, જીનેશ્વરનાં મંદિર, અને ધર્મ સાધન કરવાનાં
પવિત્ર સ્થાને તે આ નગરની મુખ્ય શોભા હતી. શહેરની ચારે બાજું સુંદર કિલો આવી રહ્યો હતો. શહેરની દક્ષિણ બાજુએ મહાન વિસ્તારમાં વહન થતી ગેળા નદી પિતાનાં શીતળ અને ચમત્કારિક તરંગોથી પ્રેક્ષકોને