________________
વનમાં રૂદન કરનારી સ્ત્રી કોણ હતી ? ૨૦૭ અશ્રુધારાએ શાંત કરી, ચંદ્રાવતી તરફ પ્રયાણ કર્યું. ઘડા જ દિવસમાં ચંદ્રાવતીમાં આવી, જમાઈની તથા પુત્રીની માતા પિતાને વધામણી આપી, શેક દૂર કરાવી સર્વને અ.નંદિત કર્યા.
પ્રકરણ ૩ર મું.
વનમાં રૂદન કરનારી સ્ત્રી કેણ હતી?
સંસારના આનંદથી શાંતિ પામેલાં દંપતિ મહેલના ઝરૂખામાં બેસી, પુણ્યની પ્રબળતા, કર્મોની વિચિત્રતા અને પાપની વિષમતા વિષે પરસ્પર વાર્તાલાપ કરતાં હતાં. તે અવસરે પિતાના મહેલની નજીકમાં આવતી એક સ્ત્રી મહાબળના દેખવામાં આવી. તેનું નાક કપાયેલું હતું. તે તરફ નજર કરી મહાબળે મલયસુંદરીને જણાવ્યું વલભા! આ સ્ત્રી તરફ નજર કર. જેના રૂદનનો શબ્દ સાંભળી તને વનમાં એકલી મુકી હું જેની મદદ ગયે હતું તેજ આ સ્ત્રી છે. મલયસુંદરી તેની સામી દષ્ટિ કરી, ઘેડે વખત સ્થિર દષ્ટિએ તેના સામું જોઈ રહી. તેને ઓળખી વિસ્મય પામી, તે બેલી ઉઠી.
સ્વામીનાથ ! અરે ! આતે તેજ કનકવતી છે કે જેને આપણે પેટીમાં ઘાલી ગેળા નદીમાં વહેતી મુકી હતી. તે અહીં ક્યાંથી આવી ચડી હશે? તે આપની તરફ કાંઈ ગુપ્ત વાત કહેવાને આવતી જણાય છે. મને એળખશે