________________
२०६
મયસુંદરીનું ચરિત્ર છું, તમારા પિતાને જણાવશે કે આગળ પણ આપણે પરસ્પર પ્રીતિવલી પેલી હતી અને હમણાં સંબંધરૂપ જળથી સિંચન કર્યું છે, તે હવે વિશેષ વૃદ્ધિ પામશે.
મલયકેતુ-મહારાજા ! તે પ્રમાણે કહીશ અને તેમજ
થશે.
મલયકેતુએ પિતાના બેન, બનેવી પાસેથી રજા માગી.
મહાબળ–મારા તરફથી મારા સાસુ સસરાને નમસ્કારÍવક જણાવશે કે આપની આજ્ઞા લીધા સિવાય કન્યારત્નને લઈ ચાલ્યા જતાં ચોરનું આચરણ કરનાર મહાબળે તમને મહાન દુઃખ ઉત્પન્ન કર્યું છે. તે અપરાધની વારંવાર ક્ષમા માગે છે અને તમને આમ દુઃખ કરવામાં મારે અંગતહેતુ કે વાર્થ કાંઈપણ નહોતો, તથાપિ પરાધીન પણે આ કાર્ય થયું છે. એટલે અંતઃકરણથી હું તે નિર્દોષ છું.
મલયસુંદરી—વડીલબંધુ! અમારૂં અહીં આવવું અકસ્માત્ અને દેવાધીનથી થયું છે, તે વાતથી માતા પિતાને વાકેફ કરશો મારા તરફની કાંઈ પણ ચિંતા ન કરે તેમ જણાવશે હું અહીં મહાન સુખમાં છું. મારા તરફથી માતા પિતાને થયેલા અપરાધની ક્ષમા કરવાને યાચના કરશે. તેમને મારા વારંવાર પ્રણામ કહેશે અને રસ્તામાં ઘણી જ સાવચેતી રાખીને જશે.
મલયકેતુ કુમારે તે સર્વ સંદેશાઓને ઘણું નેહ પૂર્વક સ્વીકાર કરી, તેમના વિયેગથી થતા દુઃખને