________________
૧૯૪
માસુંદરી ચરિત્ર તે દુઃખથી હું રૂદન કરું છું. જે દિવસે તેનું મરણ થયું, તે દિવસે સવારે જ હું મળી છું અને સ્ત્રી થઈને રહી છું. થોડા વખતમાં પણ તેણે મને જે મહાન સ્નેહ દેખાડે. છે, તે હજી મારા હૃદયમાં ખટકે છે. હું મેઢે શું કહી બતાવું ?
હે સપુરૂષ ! એ કેઈ ઉપાય કર કે એકવાર હું તેને આલિંગન આપું અથવા ચંદનથી તેના મુખ ઉપર વિલેપન કરૂં.
પિતાજી ! આ સ્ત્રીના આવા કરૂણાજનક વચને સાંભળી મને દયા આવી. મેં તેને જણાવ્યું. તું મારા કંધ ઉપર ચડી તેને ગ્ય લાગે તેમ કર. તે સ્ત્રી મારા કંધ ઉપર ચડી ઘણું જ ત્વરાથી, ઉત્કંઠા પૂર્વક જેવામાં તે શબના કંઠને આલિંગન આપે છે, તેવામાં તે મૃતકે અકસ્માત્ દાંતથી તેની નાસિકા પકડી લીધી. તે દુઃખથી નીરસ સ્વરે રૂદન કરતી તે કંપવા લાગી. તેણે નાસિકા ઘણી પાછી ખેંચી, પણ મજબૂત પકડેલી હોવાથી તે તૂટી ગઈ. તેને થેડે ભાગ તે મૃતકના મુખમાં જ રહ્યો.
આ આશ્રય લેતાં મને ઘણું હસવું આવ્યું કેમ કે સ્ત્રી જે ચોરના પ્રેમને લઈને રડતી હતી અને જેને મળવાને વિશેષ ઉત્કંઠિત હતી તે ચોરના મૃતકે જ તેનું નાક કાપી ખાધું.
મને હસતો જોઈ તે મૃતકના મુખથી અકસમાત્ એવા શબ્દો નીકળ્યા કે મહાબળ ! આ મારૂ ચરિત્ર જોઈ તું