________________
૧૯૩
મહાકષ્ટમાં મહાબળ પિતાજી ! ગીની પ્રાર્થનાથી મને દયા આવી. તે મેં કબુલ કરી હાથમાં આગ લઈ તરત જ ઉત્તર સાધક્ષણે હું ઉભે રહ્યો.
ગીએ મને જણાવ્યું. હે વીર! જે સ્થળે આ ત્રી રૂદન કરે છે તે વડ છે. તે ઉપર શાખામાં બાંધેલું અક્ષતાંગવાળું–આખું એક ચેરનું મૃતક મડદુ છે. તે ચરનું શરીર ઉત્તમ લક્ષણવાળું છે, તેને તું અહીં લઈ આવ. યોગીના કહેવાથી ખડગ લઈ હું ત્યાં ગયે. ત્યા ચેરના મૃતકની નીચે જમીન પર બેસી રૂદન કરતી એક
સ્ત્રી મારા જેવામા આવી. | તેને બોલાવી, બાઈ તું કોણ છે? શા માટે કરૂણુસ્વરે રૂદન કરે છે. આવી ભયંકર રાત્રીએ મશાનમાં એકાકી કેમ?
મારા શબ્દ સાંભળી તુરત જ મુખ ઉઘાડી નિશ્ચલ દષ્ટિએ મારા સન્મુખ જોતી તે બાલવા લાગી કે પુરૂષ ! હું મંદભાગ્યવાળી મારા દુઃખની વાત તને શું કહું? આ વડની શાખામાં ઉચે બાંધેલો જે પુરૂષ છે તે અલંબાદ્રિની ગુફામાં રહેનાર અને નગરને લુંટનાર લેભસારલેહખુર નામનો શેર છે. આજથી બીજા દિવસ ઉપર રાજપુરૂષએ છળ, પ્રપંચથી તેને પકડી લઈ રાજા પાસે ઉભે કર્યો હતો. રાજાએ ક્રોધ કરી સાંજે આ વડ ઉપર લટકાવી મારી નંખાવ્યા છે. હું તેની વહાલી સ્ત્રી છું, ૫-૧૩