________________
મહાકષ્ટમાં મહાબળ
૧૯૧
કુમારના સમાચાર સાંભળી એકી સાથે હર્ષ શોકથી - વ્યાકુળ થયે. તરત જ રાજા, રાણી પદ્માવતી, મલયસુંદરી - અને સર્વ કે ઉતાવળે ઉતાવળે તે વડ નીચે આવી પહોંચ્યા. કુમારને મહા દુઃખી સ્થિતિમાં દેખી રાજાએ તત્કાળ સુતારને આદેશ આપી તે વડની ડાળે કપાવી નાખી અને ધીમે ધીમે કુમારને નીચે ઉતાર્યો. અત્યારે તેને ઘણી પીડા થતી હતી. તેથી બેલવાને અસમર્થ હતો. તેની આંખે ઘેરાવા લાગી. રાજાએ શીતળ પવન નાખવા માંડે, સેવકે તેના શરીરને સંવાહન કરવા લાગ્યા અને અને મુખ ઉપર શીતળ પાણી છાંટવામાં આવ્યું.
નેત્રથી અશ્રુધારા મૂકતા રાજાએ જણાવ્યું. વત્સ તારી આ દશા કેમ થઈ? મારા રાજ્યપ્રબળને અને ભુજબળને ધિકાકર થાઓ હું રાજા છતા પુત્ર તારી આ દશા ! કેટલીકવાર થતાં કાંઈક શાંતિ અનુભવતા મહાબળ કુમારે નેત્ર ખુલા કર્યા.
પદ્માવતી રાણી નજીક આવી મહાબળને કહેવા લાગી કુમાર ! મારા જેવી નિર્ભાગ્ય માતાએ આ દુનિયા પર થોડી જ હશે કે શંગારના ક્ષણિક સુખ માટે પુત્રને આવી અસહ્ય વિપત્તિમાં નાખ્યો છે. પુત્ર ! તું કયાં ગયે હતો કયાં રહ્યો હતો ? ત્યાં શું શું અનુભવ્યું ? અને આવી દુસ્થ અવસ્થા કેમ થઈ ?
ર જા-પુત્ર તને શાંતિ હોય તે આ પ્રશ્નને ઉત્તર આપ. આ હૃદય કાળ વિલંબને નથી સહન કરી શકતું.