________________
૧૯૦
મલયસુંદન ચરિત્ર બાંધવામાં આવ્યા હતા તે પુરૂષને એટલું બધું દુઃખ થતું હતું. કે તે એક શબ્દ પણ મુખથી બેલી શકતો નહે; તેમ શ્વાસોશ્વાસ પણ ઘણા કષ્ટથી લેતે હતિ.
કેટલાક પથિકે આપસમાં વાર્તાલાપ કરતા હતા. મહારાજા સુરપાળ તથા પદ્માવતી રાણી પુત્રવિયોગથી આજે ભૃગુપત કરી મરવા માટે પહાડ તરફ હમણાં ગયા છે. મહાબળ કુમારનો બીલકુલ પત્તો મળતું નથી. આપણી પ્રજા આજે નિર્નાથ થશે ઈત્યાદિ વાર્તાલાપ કરતા તેઓ તે વડની નીચે આવ્યા. ત્રીજા દિવસ પર લટકાવી મારી નંખાવેલ ચેરના શરીર તરફ તેઓએ નજર કરી, એટલામાં તેના નજીકના ભાગમાં ઉધે મસ્તકે લટકતા યુવાન પુરૂષ પર તેઓની નજર પડી. ' અરે વળી આ પુરૂષ કોણ? શું તે જીવતો દેખાય છે? જુવો તે ખરા તે ઘણી મહેનતે શ્વાસે શ્વાસ લઈ શકે છે નજીકમાં જઈ એક પુરૂષે બારીક દષ્ટિથી, જોયું. જોતાં જ તે બોલી ઉઠયે અરે ! આતે મડ બળ કુમાર છે. જેના વિગથી રાજા રાણી હમણાં જ અલંભાદ્રિ તરફ મરવા માટે ગયાં છે, અરે ! દેડે, દેડે; રાજા રાણીને મરણથી બચાવે ! જલદી તેમને ખબર આપે ! તે માણસો ધાસભેર દેડતાં દેડતા પહાડની તળેટીમાં રાજા રાણીને જઈ મળ્યા અને ખબર આપી કે મહારાજા ! મહાબળ કુમાર વડની ડાળી સાથે બાંધેલ. ઉંધે મસ્તકે લટકે છે, વિશેષ પરમાર્થ અમે કાંઈ જાણતા નથી.