________________
મહા કષ્ટમાં મહાબળ
૧૮૯ કુરના વિરહથી દુઃખી, રાજા તવા રાણીએ પણ ઘણી મહેનત દિવસ અને રાત્રી પણ પસાર કરી.
પ્રાતઃકાળ થતાં જ કુમારની શોધ માટે મોકલેલા સર્વ પુરૂ પાછા આવ્યા અને ઉદાસીન ચહેરે રાજાને જણાવવા લાગ્યા કે દેવ અમે સર્વ સ્થળે કુમારની તપાસ કરી પણ ક્યાંય પત્તો મળતો નથી.
આ સમાચારથી રાજા રાણી નિરાશ થયાં. રાણીએ. ભૃગુપત કરે મરવા માટે હઠ પકડી નિરૂપાયે રાજાએ તેમ કરવા હા કહી, નિરૂત્સાહપણે રાજા રાણી તે પહાડના. તળેટી નજીક આવી પહોંચે છે.
પ્રકરણ ૩૧ મું.
મહાકષ્ટમાં મહાબળ પૃથ્વસ્થાનપુરના પરિસરમાં ગેળા નદી મોટા પ્રવાહમાં વહન થઈ રહી છે. કિનારા પર ધનંજય યક્ષનું મંદિર છે, મંદિરથી છેડે જ છેટે એક વિશાળ ઘટાદાર વડવૃક્ષ શેભી રહ્યો છે. શાખા પ્રશાખાથી વિસ્તાર પામેલા તે. વઢવૃક્ષ નીચે સંખ્યાબંધ મનુષ્યો અને જનાવરે વિશ્રાંતિ લે છે. આ વડવૃક્ષના મજબુત શાખા સાથે લટકાવીને ત્રીજા દિવસ ઉપર એક લોહખુરા નામના ચેરને રાજાને રાજાની આજ્ઞાથી મારી નાંખવામાં આવ્યું હતું. તે ચોરની નજીકની બે શાખાઓના મધ્યમાં એક યુવાન પુરૂષ ઉ ધે માથે લટકતા હતા. તેને બે પગ બે શાખા સાથે મજબુત.