________________
૧૮૨
મલયનું કરી ચરિત્ર જેવાથી મને કાંઈક વિશેષ નિર્ણય થશે માટે ત્યાં જવાની. બધી સામગ્રી તૈયાર કર.
રાણીના કહ્યા મુજબ સર્વ સામગ્રી દાસીએ તયા કરી એટલે પદ્માવતી રાણી પે તાના પરિવાર સાથે ધનંજય યક્ષના મંદિરમાં આવી.
રાણીના આવ્યા પહેલાં જ રાજા પ્રમુખ હજાર, લેકે તે દિવ્ય જેવા માટે આવી પહોંચ્યા હતાં.
તે અવસરે સર્પ પકડવા મેકલેલા ગરૂડીઓ પણ ત્યાં આવી પહોંચ્યા તેઓએ રાજાને નમસ્કાર કરી જણાવ્યું. મહારાજા! અલંબાદ્રિ પહાડનાં અનેક શિખરે અને છિદ્રો ફરી ફરી આ એક એપ ઘડામાં પુરીને લાવ્યા છીએ. ત. કાજલથી પણ શયામ ઘણું લબાઈવાળો એને જોતાં પણ ભય આપે તે છે
આ પ્રમાણે કહી ઘટ રાજા પાસે મૂક્યો. રાજાએ તે ઘટ ધનંજય યક્ષના મંદિરમાં મૂકાવ્યો અને કોટાળન આદેશ કર્યો કે તે પુરૂષને અહીં લાવે.
રાજાનો આદેશ થતાં જ અનેક શસ્ત્રવાળા રાજપુરૂથી. ઘેરાયેલા તે પુરૂષને (મલયસુંદરીને) રાજાની પાસે લાવ્યા. મહાન તેજસ્વી આ પુરૂષને જોઈ, રાણી અને સર્વ પ્રજા-- લેક આપસમાં બેલવા લાગ્યા. અરે ! આવી સુંદર આકૃતિવાળો ચોર હોય એવો સંભવ થવો પણ અશક્ય છે. જો જળથી અગ્નિ ઉત્પન્ન થાય, ચંદ્રથી અંગારાનો. વરસ દ થાય અને અમૃતથી ઝેર પ્રગટ થાય તે આ પુરૂષથી અકાર્ય થઈ શકે