________________
પતિને વિયેગ અને દુઃખને બીજો પડદો ૧૮૧ મોકલાવ્યાં છે. તપાસ કરીને તેઓને આવવા દ્યો. કુમારના કંઈ પણ સમાચાર મળી આવશે. કેમકે હજી આજે પાંચ દિવસ છે. કુમારના સમાચાર જે આજે નહિ મળે તે કાલે જેમ ચગ્ય જણાશે તેમ કરીશું. માટે ઉતાવળ નહિ કરે.
દાસી ! આજે આ સુંદર પુરૂષ પાસેથી કુમારના કુંડળ અને વસ્ત્રો મળી આવ્યા છે. તેમ કાર અને હાર પણ મળી આવશે. આજે તેને હમણાં દિવ્ય આપવાનું છે. આ સર્વ સમાચાર રાણીને કહેજે અને કુમારનાં વસ્ત્ર તથા કુંડળ તું લઈ જા અને રાણીને આપજે, આ પ્રમાણે કડી રાજાએ વસ્ત્ર અને કુંડળ દાસીને આયા તે લઈને દાસીએ કુમારનાં વસ્ત્ર તથા કુંડળ રાણુને આપ્યાં. તે જોઈ રાણીને ઘણે આનંદ થયે.
રાગી-દાસી ! આ વસ્ત્ર તથા કુંડળ ક્યાંથી મળ્યાં? તથા મ ર કહેલા સમાચાર રાજાએ શું ઉત્તર આપ્યો?
દાસીએ રાજાએ કહેવા મુજબ સર્વ વૃત્તાંત જણાવ્યું. હર્ષ શેકથી વ્યાકુળ થયેલી રાણી અનેક સંકલ્પ કરવા લાગી. શું તે મારા પુત્રને પ્રિય મિત્ર હશે ? તે અહીં શા માટે આવ્યા હોય? અથવા મારા કુમારને મારીને તેનાં આ કુંડલ, વસ્ત્ર અને તે નહિ લીધાં હોય ? તે પુરૂષને જોવાથી મને વિશેષ ખાત્રી થશે એમ મનથી નિર્ણય કરી રાણીએ દાસીને જણાવ્યું. દાસી ! તે પુરૂષને જયાં દિવ્ય આપવાનું છે તે સ્થળે મારે જવું છે. તે પુરૂષને