________________
૧૮૦
મલદરી. ચરિત્ર
મેખલામાંથી એક ભયંકર અપને પકડી લાવવા તમઃ કહે.
રાજાનો આદેશ થતાં કેટલા એક ગરૂડીએ સર્ષ લાવવા માટે પહાડ તરફ ગયા.
રાજાએ કુમારનાં વસ્ત્ર અને કુંડલાદિ મલય સુંદરી પાસેથી ઉતરાવી લીધાં અને કેટવાળને દેખરેખ નીચે. તેને સોંપી.
આ અવસરે પદ્માવતી રાણીની દાસી સભામાં આવી અને ઘણી દીલગીર થઈ રાજાને કહેવા લાગી.
મહારાજા ! રાણી પદ્માવતી આપને વિનંતિ કરે છે, ગુણીયલ મહાબળ કુમારની અદ્યાપિ પર્યાત શોધ લાગી નથી. તેણે કહેલ આજે પાંચમો દિવસ છે, કુમાર જીવતા હોય તો તે આવ્યા સિવાય નજ રહે. લક્ષમીપુંજહારના કાંઈ સમાચાર મળ્યા નથી. જ્યાં કુમારની હયાતિને જ અભાવ સમજાતું હોય ત્યાં હાર પ્રાપ્તિની આશા રાખવી. તે વ્યર્થ જ છે. દુર્લભ કુમારના અભાવે હું મારૂ જીવતવ્ય. ધારી શકવાને અસમર્થ છું. આજ પર્યત મેં આપને દવિનય કે અપરાધ કર્યો હોય તે ક્ષમા કરશે. અને મને આજ્ઞા આપો એટલે અલંબાદ્રિના શિખર ઉપથી બ્રગુપાત કરી-ઝ પાપાત કરી હું શાંતિ પામું.
રાજા–દાસીને હિમ્મત આપે અને મારા તરફથી જણાવ કે, આ દુસહ દુઃખ આપણે બંનેને સરખું જ છે. કુમારની શોધ માટે મેં ચારે બાજુ માણસે.