________________
૭૬
મલયસુંદરી ચરિત્ર મળવાની ઉત્કંઠાથી તેઓ શહેરમાં તે નહિ ગયા હોય? વિગેરે સંકલ્પ કરતી મલયસુંદરીએ નિર્ણય કર્યો કે તે શહેરમાંજ ગયા હશે, ચાલ હું પણ શહેરમાં જઉં. એમ ધારી શહેર તરફ ચાલવા લાગી. ચાલતાં ચાલતાં જ્યાં દરવાજા પાસે આવી એટલામાં કેટવાળ સસુખ મળે. દિવ્યવેશ અને સુંદર રૂપ જોઈ કેટવાળે પૂછયું. અરે યુવાન ! તું કેણ છે ? આ શહેરમાં ક્યાંથી આવ્યા? તું કઈ વખત મારા જેવામાં નથી આવ્યો માટે સાચી વાત કહે.
પુરૂષવેશધારક-મલયસુંદરીએ કાંઈ ઉત્તર ન આપે, મૌન રહી ગભરાઈ ગયેલાની માફક દિશાઓ . તરફ જેવા લાગી.
કેટવાળને તેથી વિશેષ વહેમ આવ્યા, તેની પાસે શું શું વાત છે વિગેરે તપાસ કરતાં, કાનમાં પહેરેલાં કુંડળે અને શરીર પરના વસ્ત્રો મહાબળ કુમારનાં જણાયાં. કેટ પાળ તેને બળકુમારનાં વસ્ત્ર અને કુંકળ આની પાસે કયાથી ? કેટવાળ તેને પકડી રાજા પાસે લઈ આવે. તેનું રૂપ, વેશ વિગેરે જોઈ રાજા પ્રમુખ પણ વિસ્મય પામ્યા.
રાજા-કાટવાળ! આ પુરૂષ કેણ છે? તેણે પહેરેલ વેષ સર્વ મહાબળ કુમારને જણાય છે.
કેટવાળ-મહારાજા ! દરવાજામાં પ્રવેશ કરતાં આ માણસ મારા જેવામાં આવે છે તેને પૂછતાં કોઈ પણ ઉત્તર આપતા નથી.
રાજા–મલયસુંદરી સન્મુખ જોઈ, તું કોણ છે?