________________
ભ૪
મલયસંદરી ચરિત્ર સ્થાનમાં આપણે જઈ પડીશું. આ પ્રમાણે કહી તરત જ તે વડના પિલાણમાથી મહાબળ, મલયસુંદરીને લઈ બહાર નીકળી આવ્યું અને નજીકમાં રહેલા કદળીવનમાં જઈ સ્વસ્થપણે વિશ્રામ લીધે.
થોડા વખતમાં તે વડ પાછે ત્યાથી ઉપડતે જોઈ મહાબળે જણાવ્યું. સુંદરી ! આ વડ પાછે પિતાને સ્થળે જતા જણાય છે. આપણે જલદી બહાર નીકળી આવ્યા તે ઠીક થયું.
રાત્રી હજી વિશેષ બાકી હતી. શાંત અને નિર્ભય 'પણે આ દંપતી કદળી વનમાં બેઠાં છે, તેવામાં કરૂણ
સ્વરે રૂદન કરતી કોઈ સ્ત્રીને શબ્દ, કુમારના કર્ણ ગેચર થ, રૂદનને શબ્દ સાંભળી મહાબળે મલયસુંદરીને કહ્યું પ્રિયે! આ કોઈ દુઃખી સ્ત્રીના વિલાપના શબ્દ સંભળાય છે. પુરૂષનું ભૂષણ એ જ છે કે દુઃખી એને મદદ કરવી. તેનાં દુઃખ દૂર કરવાં. તેમાં વળી રાજ્યના માલીકે તો વિશેષ પ્રકારે કાળજી રાખી, દુઃખીઓનાં દુઃખ દૂર કરવાં જોઈએ.
તું અહીં રહેજે. અધતિ કરવાનું કોઈ કારણ નથી. હુ હમણાં પાછા આવું છું. મલયસુંદરી કાંઈ ઉત્તર ન આપી શકી મલયસુંદરીને ત્યાંજ મૂકી પરદુઃખભંજન માટે તે રૂદનના શબ્દાનુસારે મહાબળ ચાલી નીકળે.