________________
૧૬૮
મલયસુંદરી ચરિત્ર
આપને સોંપી જ ઇંને, અરે ! માતા વેગવતી ! અમાર આવ્યા પહેલાં મારા પિતાશ્રી અહી આવે તા તુ તેમને કહેજે કે, મલયસુંદરીએ ગોળા નદીના કિનારા પર રહેલ દેવીની માનતા માની હતી તેથી ત્યાં નમસ્કાર કરવા અને ગયાં છે અને હમણાં જ પાછા આવશે, આ પ્રમાણે વેગૂવતીને ભલામણ કરી, મલયસુંદરી મડાખળના ના કહેવા છતાં સાથે ચાલવા લાગી,
આ તરફ વીરધવળ રાજાએ તે રાજકુમારને સામ દામાદિ ભેદે ઘણી રીતે સમજાવ્યા, પણ તએએ ખીલકુલ તેનું કહેવું માન્યું નહિ, પણ ઉલટુ તે તેને કહેવા લાગ્યા કે પ્રભાતે તમારા જમાડે અને મારી કન્યા લઈને પછી અહીંથી જઈશું, પણ્ તે સિવાય અમે અહીંથી મીલકુલ જવાના નથી,
વીરધવળ રાજાએ તેમને સમજાવવું મૂકી દીધુ. તરત જ મહેલમાં આવ્યે અને મહાબળ માટે ઘણી જ વેગવાળો કરભી-સાંઢણી તૈયાર કરાવી,
ઉતાવળ કરાવવા માટે રાજા મલયસુ દરીવાળા મહેલમાં આન્ગેા, પણ ત્યાં તેણે મહાખળાદિને દીઠા નહિ. વેગવતીએ જણાવ્યું કે તે દર્શન કરવા ગયા છે હમણાં આવશે. રાજા તેની રાડ જોતા ત્યાંજ બેઠા. રાહ જોતાં જોતા ખીન્ને પહેાર, ત્રીજો પાહાર અને છેવટે પ્રભાત થયું; પણ બન્નેમાંથી એકપણ પાછું ન આવ્યું. રાજા આકુળવ્યાકુળ થયા. ગેાળા નદી, ભટ્ટારિકાનું મંદર ઈત્યાદિ