________________
વરપાળા આરોપણ અને લગ્ન નદીમાં તરતી મુકી માલનું પોટલું ઉપાડી તે પેટી ઉપર પિતે બેઠો અને તરતે તરતે નદીના પ્રવાહમાં આગળ ગયા છે. અહીં રહીને મેં તેને તેમ કરતાં દીઠે છે.
ચરોએ જણાવ્યું આ વાત સંભવી શકે તેમ છે. રાત્રિ પર્યતં તે પેટી પર બેસીને જશે, પ્રભાત થતાં જ તે પિટલું લઈ કઈ સ્થળે ચાલ્યા જશે. અરે ! ગમે ત્યાં
એ, કઈ દિવસ પાછો તે મળશેને? આ પ્રમાણે છેલતા તે ચરે મારી પાસેથી ચાલ્યા ગયા. ' પણ આજુબાજુ ફરતાં પ્રભાત પર્યત તે સ્થંભનું રક્ષણ કર્યું. રાજપુરૂષે જ્યારે સ્થંભની તપાસ કરવા આવ્યા, ત્યારે તેઓને જેઈ નિશ્ચિત પણે અને ગુપ્ત રીતે હું ત્યાંથી નીકળી રાજાને આવી મળે.
- ત્યાર પછીનું વૃત્તાંત તને વેગવતી જણાવશે. કેમકે તે સર્વજનપ્રસિદ્ધ જ છે.
પ્રિયા ! મને પેલા ચેરની વાત યાદ આવી, તેને જે તે દેવળના શિખરમાંથી હમણું બહાર કાઢવામાં નહિ આવે તે મારા જવા પછી તેને કોણ કાઢશે ? તે બીચારે અંદર મરી જશે, તેની હત્યા મને લાગશે. માટે તું હમણાં અહીં રહે, તે ચોરને બહાર કાઢી હું તરતજ પાછો આવું છું.
મલયસુંદરી–પ્રાણનાથ ! આ આજ્ઞા આપ મને નહિ કરશે. તેમ કદી નહિ જ બને. હું હવે આપનાથી જુદી રહેનાર નથી, તેમ પહેલાની માફક આ વખતે આપનાથી બહાનું કાઢી શકાય તેમ નથી. હવે તે મારા પિતાએ